લીલીયા મોટા તાલુકા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આવેદન અપાયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fc15udrevdmungei/" left="-10"]

લીલીયા મોટા તાલુકા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આવેદન અપાયું


આજ રોજ લીલીયા મોટા ખાતે દશનામ ગોસ્વામી સમાજની બાળકી સાથે દૂષ્કર્મ અને હત્યા ના આરોપીને તાત્કાલીક ફાંસીની સજા થાય તે બાબતે લીલીયા મામલતદાર સાહેબ મારફત સરકારશ્રી માં રજુઆત કરવા આવેલ આવેદન માં જણાવ્યા અનુસાર
ગીરસોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે ૧૨/૦૬/૨૦૨૨ રવિવાર ના રોજ દશનામ ગોસ્વામી સમાજની ૮ વર્ષની માસુમ બાળકી સાથે તે ગામના જ એક હેવાને દૂષ્કર્મ આચરી તેની હત્યા કરી આ હતભાગી બાળાના શબને ગામની બહાર ફેંકી દીધુ હતુ.

ગામલોકોની જાગૃતતા અને પોલીસ પ્રશાસનની ત્વરીત કાર્યવાહીના કારણે આ નરાધમ ગણતરીના સમય માં જ કાયદાના હાથમાં આવી ગયો, પરંતુ એક નિર્દોષ ફુલ જેવી માસુમ દીકરી પર થયેલા જુલ્મ અત્યાચારથી ગુજરાત રાજયનો સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ તેમજ અન્ય સમાજ પણ માં આધાત સહ રોષની લાગણી ફેલાયેલી છે, ભારત દેશના કાયદાના સન્માન માટે અમારા હાથ બંધાયેલા હોય આવા અમાનવીય પાશવી કૃત્ય કરનાર નરાધમને કાયદાના હવાલે કર્યો છે.

અમે લીલીયા તાલુકા દશનામ સમાજની આપ નામદાર સાહેબને ખાસ વિનંતી કે આ હેવાનને ટૂંક જ સમયમાં ફાંસીની સજા મળે તે એથી ઓછી કોઈ સજા ન થાય તે માટે સરકારશ્રીમા આપની કક્ષાએથી બનતા પ્રયાસ કરવામાં આવે તેવી આપ સાહેબોને નમ્ર વિનંતી આવેદન રવાના રાજ્યપાલ શ્રી ગુજરાત સરકાર ના માં .મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી શ્રી ને મારફત લીલીયા મામલતદાર દ્વારા કરવા માં આવેલ છે આ આવેદન ભુપત બાપુ માં અધ્યક્ષ સ્થાને આપવા માં આવેલ જેમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નીતિનભાઈ ત્રિવેદી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખોડાભાઈ માળવીયા સરપંચ જીવન ભાઈ વોરા તેમજ બળવંત ગિરી જગદીશ બાપુ કાન્તિગીરી પ્રફુલ ગિરી દિનેશ ગિરી રમેશ બાપુ દિપક ગિરી પ્રકાશ ગિરી સહિત ના દશનામ સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહેલ

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]