**ઝાલોદ તા.વિ.અધિકારીનો મનસ્વી પરિપત્ર રદ્દ / સંરપંચ તેમજ વહીવટદારોની રજૂઆત / રોષ બાદ આખરે પરિપત્ર રદ્દ કરાયો ** - At This Time

**ઝાલોદ તા.વિ.અધિકારીનો મનસ્વી પરિપત્ર રદ્દ / સંરપંચ તેમજ વહીવટદારોની રજૂઆત / રોષ બાદ આખરે પરિપત્ર રદ્દ કરાયો **


સોહીલ ધડા ઝાલોદ

**ઝાલોદ તા.વિ.અધિકારી મનસ્વી પરિપત્ર રદ્દ / સંરપંચ તેમજ વહીવટદારોની રજૂઆત તેમજ રોષ બાદ આખરે પરિપત્ર રદ્દ કરાયો **

થોડા દિવસ અગાઉ દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીના બહાર પાડવામાં આવેલ એક પરિપત્રને પગલે ઝાલોદ તાલુકામાં સમાવિષ્ટ ગ્રામ પંચાયતોના તલાટીઓ તેમજ સરપંચોમાં અંદર ખાને ભારે આક્રોશ ફેલાઈ જવા પામ્યો છે. ઝાલોદ તાલુકા પંચાયત કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રમાં જણાવ્યાં અનુસાર, હવેથી ગ્રામ પંચાયતોના નાણાંકીય વ્યવહાર માટે લેખિત પુર્વ મંજુરી લેવાના આદેશો સાથે આ પરિપત્ર સંબંધિત બેન્ક શાખાઓને રવાના કરવામાં આવતાં ઝાલોદની ગ્રામ પંચાયતોના વહીવટ પર આગામી દિવસોમાં ભારે અસંમજસ તેમજ મુશ્કેલીઓ વેઠવી પડે તેની સાથે સાથે કદાચ ભ્રષ્ટાચારને આ પરિપત્રને અનુસંધાને લગામ કસવામાં આવી હોવાની પણ ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. ત્યારે ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીની કચેરીએથી પુર્વ મંજુરી વિના બેન્ક સત્તાધિશો ગ્રામ પંચાયતોના નાણાંકીય વ્યવહારો પર રોક લગાવી દેતાં હાલ આ મામલો ઝાલોદમાં સમાવિષ્ટ ગ્રામ પંચાયતોના સત્તાધિશોમાં અંદરોખાને ચિત્ત થઈ ગયાં હતા.

ગુજરાતમાં કદાચ સૌ પ્રથમ વખત ઝાલોદ તાલુકા પંચાયતના આ નિર્ણયને પગલે સમગ્ર દાહોદ જિલ્લામાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી છે. કદાચ તો આ પરિપત્ર ભષ્ટાચારને ડામના ઉદ્દેશ્યથી અથવા તો કદાચ આ પરિપત્ર કોઈક અંગત લાગવગના ઈશારે બહાર પાડવામાં આવ્યો હોવાની ભારેખમ ચર્ચાઓ વચ્ચે સમગ્ર ઝાલોદ તાલુકાની ગ્રામ પંચાયતોમાં ટોક ઓફ ધી ટાઉન રહેવા પામ્યો છે. ઝાલોદના તાલુકા વિકાસ અધિકારી દ્વારા બહાર પાડવામાં આવેલ આ પરિપત્રમાં જણાવ્યાં અનુસાર, હવેથી નાણાંકીય વ્યવહાર માટે બેન્ક દ્વારા તાલુકા વિકાસ અધિકારી, ઝાલોદની કચેરીની પુર્વ મંજુરી વગર નાણાંકીય વ્યવહાર કરી શકાશે નહી, તાલુકા પંચાયત ઝાલોદના નિયંત્રણ હેઠળની પરિષિશ્ટમાં જણાવ્યાં મુજબની કુલ 106 ગ્રામ પંચાયતના ખાતા બેન્કમાં કાર્યરત છે. આ ખાતાઓમાં સરકારની વિવિધ વિવેકાધીન, વિકાસ યોજનાની
ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. તદ્ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા સ્થાનીક ગ્રામજનો પાસેથી વિવિધ પ્રકારની વેરા વસુલાત કરી ખાતામાં વેરાની આવક જમા કરાવવામાં આવે છે. સબબ ગ્રામ પંચાયતએ સ્વભંડોળમાંથી ખર્ચ કરતાં પહેલા સરકાર દ્વારા નિયત કરેલ તાંત્રીક અને વહીવટી મંજુરી મેળવવા ઠરાવેલ છે.

જેથી તાલુકા પંચાયત કચેરી કચેરી, ઝાલોદ લેખીત પુર્વ મંજુરી મેળવ્યા બાદજ ગ્રામ પંચાયતને સંબંધિત બેન્ક શાખામાં નાણાંકીય વ્યવહાર કરવા અધિકૃત કરેલ પત્ર મળ્યા બાદ બેન્ક કક્ષોથી નાણાંકીય વ્યવહાર કરવા માટે ઝાલોદના બેન્ક સત્તાધિશોને જણાવવામાં આવ્યું છે. આ પરિપત્ર ઝાલોદની એસબીઆઈ બેન્ક, બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક, પંચમહાલ ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેન્ક અને બીઓબી બેન્કને આ પરિપત્ર રવાના કરવામાં આવ્યો હતો .પરંતુ સંરપંચો તેમજ વહીવટીદારોના શખ્ત વિરોધ દર્શાવતા તેમજ આ મનસ્વી હુકમના કારણે વિકાસના કામો અટકી જવા પામ્યા હતા આખરે તા.વિ.અધિકારી સરપંચો તેમજ વહીવટદારોના રોષ તેમજરજૂઆત બાદ આ મનસ્વી હુકમ રદ્દ કરવો પડવો હતો,


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image