ઝૈનાબાદ મુકામે સિપાઈ સમાજ ટ્રસ્ટની જનરલ બોર્ડની મીટીંગ અને સિપાઈ સમાજના સ્નેહ મિલન સમારોહ યોજાય ગયો. - At This Time

ઝૈનાબાદ મુકામે સિપાઈ સમાજ ટ્રસ્ટની જનરલ બોર્ડની મીટીંગ અને સિપાઈ સમાજના સ્નેહ મિલન સમારોહ યોજાય ગયો.


સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના છેવાડાના રણકાંઠે આવેલા (પાટડી) ઝૈનાબાદમાં સૌરાષ્ટ્રના દૂરસુદૂર ગામોમાંથી સિપાઈઓ ભેગા થયા હતા
સિપાઈ સમાજ ટ્રસ્ટ - ગુજરાત દ્વારા આયોજિત સિપાઈ સમાજનું સ્નેહ મિલન અને સિપાઈ સમાજ ટ્રસ્ટની જનરલ બોર્ડની મીટીંગની શરૂઆત જુમ્મા મસ્જિદ(ઝૈનાબાદ)ના પેશ ઈમામ સાહેબ દ્વારા તિલાવતે કુરાન દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ અબ્દુલરહિમભાઈ કુરેશી(ઝૈનાબાદ) દ્વારા‌ મહેમાનોનું‌ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું, અઝીઝભાઈ ચૌહાણ એ સિપાઈ સમાજ ટ્રસ્ટનો વાર્ષિક અહેવાલ રજુ કર્યો હતો, ફકરૂદ્દીનભાઈ કુરેશીએ વાર્ષિક હિસાબ આપ્યો હતો, મુશર્રફ મોગલે ગત વર્ષની જનરલ સભામાંના એજેન્ડાનું વાંચન કરી અમલમાં મૂકવામાં આવેલ કામો વિષે તથા કેટલા કામોનો અમલ થયા ન કરી શક્યા તેના કારણોની વિસ્તૃત ચર્ચા કરી હતી, ડૉ. અવેશ ચૌહાણે સિપાઈ સમાજ ટ્રસ્ટના ઉદભવના કારણો અને પરિચય આપ્યો હતો, પ્રશ્નોતરી સેશનમાં બહારથી આવેલા મહેમાનો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેના નિષ્ણાતો દ્વારા જવાબ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોહસીનખાન પઠાણ દ્વારા વર્ષોથી કારોબારી સભ્ય રહેલા પણ નિષ્ક્રિય રહેતા કારોબારી સભ્યોને કારોબારીમાંથી દૂર કરવાનો ગંભીર પ્રશ્ન ઉઠાવ્યો હતો જેને તમામ જનરલ સભાના સભ્યો એ એકીસૂરે વધાવી લીધો હતો અને બહુમતિથી આવાં કારોબારી સભ્યો ને કારોબારીમાંથી દૂર કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આખરે લતીફભાઈ કુરેશી(ઝૈનાબાદ) દ્વારા આભારવિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સર્વ સભાસદ તથા મહેમાનો ન્યાઝ લઈ છુટા પડ્યા હતા

અશરફ મીરાસૈયદ વીંછીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.