રાજકોટ સાંઢિયા પુલની કામગીરી, અટલ સરોવર અને કટારીયા ચોકડીની મુલાકાત કરતા કમિશનર. - At This Time

રાજકોટ સાંઢિયા પુલની કામગીરી, અટલ સરોવર અને કટારીયા ચોકડીની મુલાકાત કરતા કમિશનર.


રાજકોટ શહેર તા.૮/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સાંઢિયા પુલની ચાલુ કામગીરી, સ્માર્ટ સિટી વિસ્તારમાં રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ પ્રોજેક્ટ, અટલ સરોવર અને કાલાવડ રોડ પર કટારીયા ચોકડી ખાતે કેબલ બ્રિજના સ્થળની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ ઘંટેશ્વર SRP કેમ્પમાં આવેલ સૌરાષ્ટ્ર કચ્છ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શાળાના બિલ્ડીંગ સમારકામ અંગેની ફાઈલમાં સ્થળ પર જ ઓન ધ સ્પોટ સહી કરી ફાઈલનો નિકાલ કર્યો હતો ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનરએ શાળાના બાળકો સાથે વાર્તાલાપ કરી બાળકોને આપવામાં આવતા ભોજન અંગે પૃચ્છા કરી હતી અને સ્કૂલના કોમ્પ્યુટર કલાસ અને સ્માર્ટ ક્લાસની મુલાકાત પણ કરી હતી. કાલાવડ રોડ પર આવેલ કટારીયા ચોકડી ખાતે કેબલ બ્રિજ અંગે સ્થળ મુલાકાત કરી ટ્રાફિક અને સંભવિત સ્થળની સમીક્ષા પણ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરએ વિઝિટ અંગે જણાવ્યું હતું કે, જામનગર રોડ પર નવો બની રહેલ સાંઢિયા પુલની કામગીરી પ્રગતિમાં જેમાં કુલ ૨૦ પૈકી ૧૦ પિલરના ફાઉન્ડેશનનું RCC કામ પૂર્ણ, કુલ-૨૦ પૈકી ૭ પિલરનું RCC કામ પૂર્ણ, બે પિયર કેપની કામગીરી પૂર્ણ, કુલ-૧૨૦ પૈકી ૪૦ ગડરનું RCC કામ પૂર્ણ થયેલ છે. બ્રિજની કામગીરી ઝડપી તેમજ સમયમર્યાદામાં પૂર્ણ કરવા એજન્સીના પ્રતિનિધિને સુચના આપી હતી. કાલાવડ રોડ પર ફ્લાય ઓવર બ્રિજ તથા બીજા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર અન્ડર પાસ બનાવવાનું આયોજન છે, જેમાં કાલાવડ રોડ ઉપરનો ઓવર બ્રિજ જલારામ કોર્ટથી શરૂ થઇ કોસ્મોપ્લેકસ સિનેમા પહેલા પૂર્ણ થશે. જયારે નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ પરનો અન્ડર પાસ ઘંટેશ્વર તરફથી આવતા લક્ષ્મીના ઢોરાવાળા બ્રિજ પછી શરૂ કરી રંગોલી આવાસ યોજનાવાળા ૧૮.૦૦ મીટર (ગોંડલ રોડ તરફ) રોડે પૂર્ણ થશે.આ કામે કાલાવડ રોડ પર આશરે ૭૪૪ મીટર લંબાઈ તથા ૨૩.૧૦ મીટર પહોળાઈમાં (૩+૩ લેન) RCC બ્રિજ તેમજ કેબલ સ્ટેઈડ બ્રિજ (એક્સ્ટ્રા ડોઝ સ્પાન) ૧૬૦ મીટર સર્વિસ રોડ અને ફૂટપાથ બનાવવામાં આવશે. બીજા ૧૫૦ ફૂર રિંગ રોડ પર ૪૫૯ મીટર લંબાઈ તથા બંને તરફે સર્વિસ રોડ તેમજ ફૂટપાથ બનાવવાના કામનો સમાવેશ કરવામાં આવેલ છે. આ બ્રિજ થવાથી આશરે ૨૦૦૦૦૦ લોકોને ફાયદો થશે અને ટ્રાફિક સમસ્યા હળવી થશે તેમ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરની શહેરની ફેરણીમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, હર્ષદ પટેલ, સિટી એન્જી. અતુલ રાવલ, પી.ડી.અઢીયા, કુંતેશ મેતા તેમજ સ્માર્ટ સિટીના સંબંધિત અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image