કાર નો કાંચ સાફ કરતો બાળક FAS Tag સાથે ચેડાં કરતો વિડિઓ પાછળની હકીકત જાણો... - At This Time

કાર નો કાંચ સાફ કરતો બાળક FAS Tag સાથે ચેડાં કરતો વિડિઓ પાછળની હકીકત જાણો…


સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળક સ્માર્ટ વોચ પહેરીને કારની વિન્ડસ્ક્રીન સાફ કરતી વખતે PayTM FAS Tag માંથી પૈસા ઉપાડી રહ્યો છે. વાયરલ વીડિયો ની જો વાત કરવામાં આવે તો વિડિયોમાં એક બાળક એપલ વોચ પહેરીને કારની બારી સાફ કરતો અને વિન્ડસ્ક્રીન પરના FAS Tag સ્ટીકર ની સામે ઘડિયાળને ખસેડતો દેખાય છે જે લાગે છે કે તે તેની ઘડિયાળ વડે સ્ટીકર ને સ્કેન કરી રહ્યો છે અને ખાતા માંથી પૈસા કાઢી રહ્યો છે.
જો કે, વિડીયો વાઇરલ થયા બાદ FASTag એ આવા કોઈ કૌભાંડ ની શક્યતાને નકારી કાઢી છે કારણ કે FAS Tag ટ્રાન્ઝેક્શન ફક્ત નોંધાયેલા વેપારીઓ દ્વારા જ શરૂ કરી શકાય છે, એટલે કે ટોલ અને પાર્કિંગ પ્લાઝા ઓપરેટરો તેમના સંબંધિત જિયો સ્થાનોથી આગળ જણાવે છે કે કોઈપણ અનધિકૃત ઉપકરણ NETC FASTag પર કોઈપણ નાણાકીય વ્યવહારો શરૂ કરી શકશે નહીં. અને તે સંપૂર્ણપણે સલામત છે.
હાલ આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon