ખેડૂતોની દિલ્હી તરફ કૂચ, સંસદનો ઘેરાવ કરશે:યુપી-દિલ્હી બોર્ડર પર 5KMનો ભયંકર જામ; RAF, વજ્ર વાહન તૈનાત, ખેડૂતોએ બેરિકેડ તોડી નાખ્યા - At This Time

ખેડૂતોની દિલ્હી તરફ કૂચ, સંસદનો ઘેરાવ કરશે:યુપી-દિલ્હી બોર્ડર પર 5KMનો ભયંકર જામ; RAF, વજ્ર વાહન તૈનાત, ખેડૂતોએ બેરિકેડ તોડી નાખ્યા


યુપીના 5 હજાર ખેડૂતો દિલ્હી જવા રવાના થયા છે. પોલીસ બેરીકેટ્સ તોડી નાખવામાં આવ્યા છે.ખેડૂતોને રોકવા માટે પોલીસે દિલ્હી-યુપીને જોડતી ચિલ્લા બોર્ડર પર વિવિધ સ્થળોએ બેરિકેડ લગાવી દીધા છે. વજ્ર વાહનો અને આરએએફના જવાનો તૈનાત છે. ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. વાહનોના ચેકિંગના કારણે 5 કિલોમીટર લાંબો જામ છે. આ કારણે નોઈડા એક્સપ્રેસ વેને બંને બાજુથી બંધ કરી દેવામાં આવ્યો છે. આ પહેલા બપોરે 12 વાગ્યાથી નોઈડામાં મહામાયા ફ્લાયઓવર પાસે 5000 ખેડૂતો એકઠા થયા હતા. જ્યારે તેઓ સંસદનો ઘેરાવ કરવા દિલ્હી તરફ આગળ વધ્યા તો પોલીસે તેમને રોક્યા. આ પછી તેની પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. શું છે ખેડૂતોની માંગ... જાણો 4 મુદ્દામાં અગાઉ, 1 ડિસેમ્બરે એટલે કે ગઈકાલે, ખેડૂતોએ તેમની માગણીઓને લઈને નોઈડાના ડીએમ મનીષ વર્મા અને ગ્રેટર નોઈડા, યમુના, નોઈડા ઓથોરિટીના સીઈઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક 3 કલાક સુધી ચાલી હતી, પરંતુ તે અનિર્ણિત સાબિત થઈ હતી. એક વર્ષ પહેલા પણ આ માંગણીઓને લઈને ખેડૂત સંગઠનોએ દિલ્હી સુધી કૂચ કરી હતી. આ વખતે ખેડૂતોનું નેતૃત્વ ભારતીય કિસાન પરિષદના સુખબીર ખલીફા અને ભારતીય કિસાન યુનિયન (ટિકૈત)ના પવન ખટના કરી રહ્યા છે. LIVE UPDATES...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image