રાજકોટ શેર માર્કેટના નામે ફેક એન્ડ્રોઈડ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી, ઈસમને પકડી પાડતી સાયબર ક્રાઈમ. - At This Time

રાજકોટ શેર માર્કેટના નામે ફેક એન્ડ્રોઈડ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી, ઈસમને પકડી પાડતી સાયબર ક્રાઈમ.


રાજકોટ શહેર તા.૨૨/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરના નાગરીકો સાથે થયેલ સાયબર ફ્રોડના કીસ્સામા આરોપીઓને પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે ફર્સ્ટ પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ કૈલા તથા પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એ.ઝણકાત તથા બી.બી.જાડેજા ના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પો.સ્ટે.ની ટીમ કાર્યરત હોય. જે અંગે પો.સ્ટે. IPC ની કલમ-૪૦૬,૪૨૦ તથા I.T ACT ની કલમ-૬૬(ડી) મુજબ જાહેર થયેલ જે અંગે સાયબર ફોડના નાણા ફેરવતા આરોપીઓને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરેલ છે. (૧) મુસ્તાક અલી મોહમદસફી જાતે-મુસ્લીમ ઉ.૩૯ રહે-પ્લોટ નં-૧૫ ખેતાનાડી મંડોર રોડ જોધપુર રાજસ્થાન (૨) લુમ્બસિંહ માધુસિંહ રાવત જાતે-રાજપુત ઉ.૩૦ રહે-બધાસીયા સ્કુલની બાજુમાં બિચલાવાસ જોધપુર મુળ ગામ-સુરડીયા તા.બ્યાવર જી-અરજમેર રાજસ્થાન. ગુનાની હકીકત એવી છે કે, આ કામના આરોપીઓએ રાવત એન્ટરપ્રાઇઝ નામની પેઢી ઉભી કરી તેના પ્રોપરાઇટર તરીકે બન્ને રહ્યા હતા. તેમજ પેઢીના નામે SBI બેંકમા કરંટ ખાતુ ખોલાવી તેનો ઉપયોગ સાયબર ફોડ નાણાના ટ્રાંન્જેકશન કરવા અંગે ગુન્હો કર્યા બાબત.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image