અમરેલી તાલુકાના શેડુભાર ગામે જાહેરમા જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડ રકમ રૂ.૧૦,૬૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ - At This Time

અમરેલી તાલુકાના શેડુભાર ગામે જાહેરમા જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડ રકમ રૂ.૧૦,૬૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ


અમરેલી તાલુકાના શેડુભાર ગામે જાહેરમા જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડ રકમ રૂ.૧૦,૬૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ

શ્રી હિંમકર સિંહ, પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં જુગારની ગેર-કાયદેસર પ્રવૃતી કરતા ઇસમો વિરુધ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવા સારૂ સુચના આપવામાં આવેલ. જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક,અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એ.વી.સરવૈયા, પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ.

જે અંતર્ગત અમરેલી તાલુકા પોલીસ સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન શેડુભાર ગામે, આવતા બાતમી રાહે હકિકત મળેલ કે શેડુભાર ગામે, મફતીયા પરા પાસે આવેલ તળાવમા બાવળ નિચે જાહેરમા કેટલાક ઇસમો પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે શેભાર ગામે રેઇડ કરતા કુલ ૩ ઇસમોને રોકડ રકમ રૂ.૧૦,૬૨૦/ ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપી વિરુધ્ધ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશને જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહિ કરી, અમરેલી તાલુકા પો.સ્ટે. જુગારધારાતળે ગુન્હો રજી. કરાવી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે.

➡️ ગુનામાં પકડાયેલ આરોપીની વિગત :
(૧) રાજેશભાઇ ઉર્ફે રાજુ ઓધવજીભાઇ જાદવ ઉ.વ.૩૪ ધંધો.મજુરી રહે.શેડુભાર ગામ,મફતીયા પરા,રાહત પ્લોટ વિસ્તાર તા.જી,અમરેલી
(૨) નનુભાઇ બચુભાઇ શીરોળીયા ઉ.વ.૩૫ ધંધો.મજુરી રહે,શેડુભાર ગામ,મફતીયા પરા તા.જી.અમરેલી
(૩) દયાળભાઇ મનજીભાઇ ગોરાસવા (દે.પુ) ઉ.વ.૩૮ ધંધો.મજુરી રહે,શેડુભાર ગામ,મફતીયા પરા તા.જી.અમરેલી

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબનાઓની સુચના અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. શ્રી એ.વી.સરવૈયા તથા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના

(૧) હરેશસિંહ દાનસિંહ પરમાર એ.એસ.આઇ.
(ર) જીતેન્દ્રકુમાર રમેશભાઇ મહેતા હેડ કોન્સ.
(૩) જાહિદમહમદ યુસુફભાઇ મકરાણી હેડ કોન્સ.
(૪) જયદિપસિંહ મૈસુરસિંહ ઝાલા પો.કોન્સ.
(૫) અતુલભાઇ કાળુભાઇ માટીયા પો.કોન્સ. દ્વારા કરવામા આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon