ઇડર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ કોસ્ટેબલ પર હુમલો
ઇડર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ કોસ્ટેબલ પર હુમલો
ઇડર ના ભગીરથસિંહ રાજેન્દ્રસિંહ સિસોદીયા નામના ઇસમે પોતાના સગા સબંધી પર ઇડર પોલીસે કરેલ પ્રોહિબિશનના કેસોને લઇને પોલીસ પર અદાવત રાખી ભગીરથસિહ રાજેન્દ્રસિંહ સિસોદીયા તથા બિજા પાંચ ઇસમોએ પો.કો. જયદિપસિહ નરેન્દ્રસિંહ તથા પોલીસ ઇન્સ્પેક્ટર ઓ.કે.જાડેજા ને ફોન કરી ગેરવતૅણૂંક કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી તેમજ ભગીરથસિંહ પાંચ મળતીયાઓ સાથે પૂવૅ આયોજીત કાવતરૂ રચી પોલીસ સ્ટેશન ખાતે આવી જઇ ભગીરથસિંહે પોલીસ ઇન્સ્પેક્ટર ની ચેમ્બરમા ઘુસી દારૂ અંગેના કેસો બાબતે પો.કો જયદિપસિહ તથા પો.ઇન્સ્પે ઓ.કે.જાડેજા ને ગાળો બોલી પો.કો. જયદિપસિંહને ભગીરથસિંહે છાતીમા ફેટ મારી તથા પો.ઇન્સ્પેક્ટર ઓ.કે.જાડેજા ને મારી નાખવાના ઇરાદે ભગીરથસિંહે ગળુ દબાવી જીવલેણ હુમલો કરેલ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર ચેમ્બરની બહાર લગાડેલ ટનૅ આઉટ ચેક કરવાના કાચને મુક્કો મારી તોડી નાખી સરકારી મિલકત ને નુકશાન કરેલ તેમજ તુટેલા ધારદાર કાચથી જીવલેણ હુમલો કરવાના ઇરાદે ભગીરથસિહે પોલીસ સ્ટેશનમાં ભયનુ વાતાવરણ પેદા કરી ભગીરથસિંહ તથા બીજા પાંચ મળતીયાઓએ ઉશ્કેરણી કરી પોલીસ સ્ટેશનમાથી ભાગી ગયેલ જેથી ઇડર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઉપર હુમલાને લઇ તાત્કાલિક ઇડર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ઇડર પોલીસ સ્ટેશન ખાતે આવી તપાસ કરી ભગીરથસિહ રાજેન્દ્રસિંહ સિસોદીયા તથા પાંચ મળતીયાઓ વિરુદ્ધ ઇડર પોલીસે ગુન્હો નોધી આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.