જનરલ ઓબ્ઝર્વરશ્રીએ ગોધરા કલેકટર કચેરી ખાતે કાર્યરત MCMC, EMMC તથા ચૂંટણી શાખામાં સ્થાપિત ચૂંટણી કંટ્રોલ રૂમની મુલાકાત લઈને જરૂરી સૂચનો કર્યા - At This Time

જનરલ ઓબ્ઝર્વરશ્રીએ ગોધરા કલેકટર કચેરી ખાતે કાર્યરત MCMC, EMMC તથા ચૂંટણી શાખામાં સ્થાપિત ચૂંટણી કંટ્રોલ રૂમની મુલાકાત લઈને જરૂરી સૂચનો કર્યા


ગોધરા

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ભારતના ચૂંટણી પંચ દ્વારા પંચમહાલ જિલ્લામાં નિમાયેલા જનરલ ઓબ્ઝર્વરશ્રી દેબાજ્યોતિ દત્તાએ ગોધરા કલેકટર કચેરી ખાતે કાર્યરત MCMC, EMMC ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરીંગ સેન્ટર તથા ગોધરા ચૂંટણી શાખામાં સ્થાપિત ચૂંટણી કંટ્રોલ રૂમની મુલાકાત લઇને આ કમિટીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયા મોનિટરિંગ અંગે પણ ચર્ચા કરી હતી.આ સાથે તેમણે કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે પૂછપરછ કરી જરૂરી સલાહ સૂચનો કર્યા હતા.

ગોધરા ચૂંટણી શાખા ખાતે ચૂંટણી કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવ્યો છે.જેમાં ચૂંટણીલક્ષી કોઈ ફરિયાદ હોય તો નાગરિકો દ્વારા હેલ્પ લાઈન નંબર ૧૯૫૦ પર જાણ કરાય છે તથા તે ફરિયાદનો ૧૦૦ મિનિટમાં નિકાલ કરવામાં આવે છે.

આ મુલાકાત પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી નેહા ગુપ્તા, નાયબ માહિતી નિયામક સુશ્રી પારુલ મણિયાર સહિત નોડલ અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon