હિંમતનગરના પીંપોદર ખાતે બાળકોનું નામાંકન કરવતા શ્રી બંછાનિધિ પાની (આઈએએસ) - At This Time

હિંમતનગરના પીંપોદર ખાતે બાળકોનું નામાંકન કરવતા શ્રી બંછાનિધિ પાની (આઈએએસ)


*હિંમતનગરના પીંપોદર ખાતે બાળકોનું નામાંકન કરવતા શ્રી બંછાનિધિ પાની (આઈએએસ)*
***
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ – ૨૦૨૪ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં શ્રી બંછાનિધિ પાની (આઈએએસ) કમિશ્નર ઓફ ટેકનિકલ એજ્યુકેશન ગાંધીનગરની ઉપસ્થિતિમાં હિંમતનગર તાલુકાના પીંપોદર,સાચોદર અને શ્રી એસ.એ.ઠાકર હાઇસ્કુલ પ્રેમપુર ખાતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો.
શ્રી બંછાનિધિ પાની (આઈએએસ)એ જણાવ્યુ હતુ કે બાળકો આગળ વધે અને તેમનો સર્વાંગી વિકાસ માટે બાળક જે ભાષામાં વિચારી શકે છે બોલી શકે છે તેવી માતૃભાષા વધુ અસરકારક છે. શિક્ષણયાત્રા થકી આજે શાળામાં બાળકોનું નામાંકન વધ્યું છે. ખાસ કરીને કન્યા કેળવણીને પ્રોત્સાહન મળ્યું છે.આ સાથે તેમણે પ્રવેશોત્સવમાં બાળકો સાથે આવેલ વાલીઓની હાજરીને પણ આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રવેશપાત્ર શાળાના અને આંગણવાડીના બાળકોને સ્કૂલ કીટ આપી અભિનંદન પાઠવ્યા હતા. કેશરપુરા ખાતે આંગણવાડીમાં એક, બાલવાટીકામાં ૧૭ અને ધોરણ-૧માં ૧૩ બાળકોને પ્રવેશ અપાવ્યો હતો.આ સાથે સાચોદર અને શ્રી એસ.એ.ઠાકર હાઇસ્કુલ પ્રેમપુર ખાતે બાળકોને પ્રવેશ અપાવ્યો હતો.
આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મીતાબેન ગઢવી, શિક્ષણ નિરિક્ષકશ્રી સંદિપભાઇ પટેલ, પોલિટેક્નિક આચાર્યશ્રી, શાળાના આચાર્યશ્રી, ટ્રષ્ટીગણ,શિક્ષકમિત્રો, ગ્રામજનો સહિત બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
**


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.