રાજકોટમાં "હસ્તકલા સેતુ યોજના" અંતર્ગત કારીગરોને ઉદ્યોગ સાહસિક બનાવવા માટેની અનોખી પહેલ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/f6kz5r9pmf633ghc/" left="-10"]

રાજકોટમાં “હસ્તકલા સેતુ યોજના” અંતર્ગત કારીગરોને ઉદ્યોગ સાહસિક બનાવવા માટેની અનોખી પહેલ.


રાજકોટ શહેર તા.૨૩/૯/૨૦૨૨ ના રોજ નવરાત્રિના પાવન પર્વને ઉજવવા માટેની તૈયારીઓ ચોમેર પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ભારતીય કારીગરોને આત્મનિર્ભર બનાવી આત્મનિર્ભર ભારત તરફ પ્રેરિત કરી શકાય તેવા શુભાશયથી ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન તથા કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે "હસ્તકલા સેતુ યોજના" અંતર્ગત નવરાત્રી વિશેષ પ્રદર્શન સહ વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન આજરોજ જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી કે.વી.મોરીના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનું આયોજન તા.૨૫ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી વાત્સલ્ય ટ્રસ્ટ હોલ, ત્રિશુલ ચોક, સહકાર નગર રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ચણીયા ચોળી, કેડિયું, ગળાનો હાર, ઝૂમકા-બુટ્ટી, પાયલ, બંગડી, અન્ય કસ્ટમાઈઝ આભૂષણ સહિતની વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. આ પ્રદર્શન સવારે ૯ કલાક થી સાંજે ૯ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આ તકે કારીગરોને આત્મનિર્ભર બનાવી આત્મનિર્ભર ભારતનું નિર્માણ થઈ શકે તે માટે આ પ્રદર્શનનો લાભ લેવા કોટેજ એન્ડ રૂરલ ઈન્ક્યુબેટરના જીલ્લા અધિકારીશ્રી નિરવ ભાલોડિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]