ડમી ગ્રાહકને મળવા આવેલા અલ્પેશે પૂછ્યું , ક્યાં વાત કરીશું ને પોલીસે કહ્યું , હરણી પોલીસ મથકમાં. - At This Time

ડમી ગ્રાહકને મળવા આવેલા અલ્પેશે પૂછ્યું , ક્યાં વાત કરીશું ને પોલીસે કહ્યું , હરણી પોલીસ મથકમાં.


કોટંબીમાં બીસીએ માટે જમીન ખરીદીની લાલચ આપી 3 શખ્સો દ્વારા કરાયેલી 16. 50 લાખની છેતરપિંડીમાં હરણી પોલીસે અલ્પેશ પટેલને ઝડપી લીધો હતો . તેના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા . તેણે ઉચ્ચ સરકારી અધિકારીઓનાં બોગસ આઇ કાર્ડ બનાવ્યાં હોવાનું ખૂલ્યું છે . ડમી ગ્રાહકને મળવા વાઘોડિયા રોડ ગયેલા અલ્પેશે આપણે ક્યાં વાત કરીશું , એમ કહેતાં ખાનગી ડ્રેસમાં આવેલી હરણી પોલીસે કહ્યું કે , હરણી પોલીસ મથકે . લાઈક ગોરવામાં રહેતા અને એરપોર્ટ સર્કલ પાસે એડ્યુનોવા ઓફિસ ધરાવતા શિક્ષક હરેન્દ્રસિંગ મલિકનો જાન્યુઆરી -2021 માં શશીકાન્ત યાદવ ( વૃંદાવન સોસાયટી , રણોલી ) , અલ્પેશ પટેલ ( રત્નકુંજ હાઇટ્સ , વાઘોડિયા રોડ ) સાથે પરિચય થયો હતો . બંનેએ હરેન્દ્રસિંગને જણાવ્યું કે , બીસીએના હોદ્દેદારોએ અલ્પેશની કંપની ઇન્ટિગ્રિટી કેપિટલ બુલ્ટ સાથે ખેડૂતો પાસેથી જમીન ખરીદવા કોન્ટ્રાક્ટ આપ્યો છે . તમે રોકાણ કરશો તો નફામાં 40 ટકા ભાગ આપીશું કહી 60 લાખનું રોકાણ કરાવ્યું હતું .જોકે ગરબડ લાગતાં હરેન્દ્રસિંગે અલ્પેશના ઘરે રૂપિયા માગવા જતાં તેની પત્ની પ્રિતિકાબેને ધમકી આપી કે , રૂપિયા માગવા આવશો તો મારી નાખીશ . હરેન્દ્રસિંગે ગ્રામ્ય ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરતાં અલ્પેશે રૂપિયાની ચુકવણી કરી હતી . જોકે 16. 50 લાખ પરત કર્યા નથી . હરેન્દ્રસિંગે અલ્પેશ પટેલ , તેની પત્ની પ્રિતિકા , શશિકાંત સામે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી . વડોદરા શહેર હરણી પીઆઈ એસઆર વેકરિયાએ અલ્પેશ પટેલનો ઇતિહાસ ચકાસી જમીન ખરીદવા ડમી ગ્રાહક ઊભો કર્યો હતો . અલ્પેશે ગ્રાહકને વાઘોડિયા ચોકડી પાસે મળવા કહ્યું હતું . જ્યાં ડમી ગ્રાહકે કહ્યું કે , કોર્ટબી પાસે જમીન જોઈએ છે . અલ્પેશભાઈ કંઇક ગોઠવોને ? જેથી અલ્પેશે આપણે ક્યાં વાત કરીશું ? એમ કહેતાં ખાનગી ડ્રેસમાં આવેલી પોલીસે કહ્યું કે , હરણી પોલીસ મથકે , અલ્પેશ પટેલ તારો ખેલ ખત્મ .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon