સરકારી વિજ્ઞાન કોલેજ વડનગર દ્રારા એન.અેસ. એસ.નો કેમ્પ યોજાઈ ગયો
સરકારી વિજ્ઞાન કોલેજ, વડનગર ની એન. એસ.એસ. વર્ષ 2022-23 ની ખાસ શિબિરનું આયોજન તા.13 ફેબ્રુઆરી થી 19 ફેબ્રુઆરી સુધી પ્રોગ્રામ ઓફિસર શ્રી વિશાલકુમાર જે સુથાર તેમજ કોલેજના આચાર્યશ્રી ડૉ અરવિંદભાઈ એસ પ્રજાપતિ સર ના માર્ગદર્શન હેઠળ કિયાદર મુ.કામે યોજવાનું નક્કી કરવામાં આવેલ. જેમા 13 ફેબ્રુઆરીના રોજ સવારે 11:00 કલાકે કેમ્પનો ઓપનિંગ કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં ગામના સરપંચશ્રી ભરતભાઈ ચૌધરી , આચાર્યશ્રી, કોલેજના અધ્યાપકશ્રી, ઓફિસ સ્ટાફ, દૂધ મંડળી ના મંત્રીશ્રી માધુભાઈ ચૌધરી તમેજ ગામના વડીલો હાજર રહેલ. આ કેમ્પ મા કુલ 50 વિદ્યાર્થીઓ જોડાયેલ.આ કેમ્પમા વિવિધ પ્રકારની પ્રવૃત્તિ જેવી કે ગામ સ્વછતા અભિયાન, વ્યસન મુક્તિ જાગૃતિ અભિયાન, આયુર્વેદિક મેડિકલ કેમ્પ, પ્રાથમિક શાળાના વિદ્યાર્થી સાથે મુલાકાત તેમજ સ્વછતા અંગેનો ખ્યાલ આપવો , ચલચિત્ર મનોરંજન, લોક સંગીત કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સામુહિક ગ્રામજનો સાથે ગરબા કાર્યક્રમ, પ્રભારી ફેરી, પ્રાર્થના સભા, ખાડકુવા નું પુરાણ, તેમજ પ્રાર્થમિક શાળાના વિદ્યાર્થી માટે રમતનુ મેદાન તૈયાર કરવું આવી વિવિધ પ્રવૃત્તિ આ શિબિર મા કરવામાં આવેલ અને 19 ફેબ્રુઆરીના રોજ સવારે 11:00 કલાકે આ કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.