ભરૂચ: સતત ત્રીજા વર્ષે ભરૂચમાં હાફ મેરેથોન સિઝન થ્રિનું આયોજન થતા શક્તિ સ્પોર્ટ ક્લબના ખેલાડીઓ ઝળક્યા - At This Time

ભરૂચ: સતત ત્રીજા વર્ષે ભરૂચમાં હાફ મેરેથોન સિઝન થ્રિનું આયોજન થતા શક્તિ સ્પોર્ટ ક્લબના ખેલાડીઓ ઝળક્યા


૨૧ કિલોમીટરની મેરેથોનમાં અંજલી વસાવા પ્રથમ ક્રમે તો ૧૦ કિલોમીટર દોડમાં પ્રથમ ક્રમે ક્રિશા વસાવા,દ્વિતીય ક્રમે સાક્ષી વસાવા અને ત્રીજા ક્રમે વ્રીતિકા વસાવા આવતા મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
ભરૂચ રનિંગ કલબ અને રોકસુલ કંપનીના સહયોગથી સતત ત્રીજા વર્ષે ભરૂચ હાફ મેરેથોન સિઝન થ્રિનું આયોજન કરાયુ હતું. આ મેરેથોન દોડને ધારાસભ્ય, કલેકટર અને મહાનુભાવોની હાજરીમાં ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ભરૂચ સહિત અન્ય જીલ્લાના લોકોએ પણ ભાગ લીધો હતો.
ભરૂચ રનિંગ કલબ દ્વારા લોક જાગૃતિ અર્થે અનેક દોડ સહીતના કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે,જ્યારે છેલ્લા બે વર્ષથી લોકોમાં સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવે છે.આ વર્ષે પણ ભરૂચ રનિંગ કલબ અને રોકસુલ કંપનીના સહયોગથી ભરૂચ હાફ મેરેથોન સિઝન થ્રિનું આયોજન ૨૨ મી સપ્ટેમ્બરના રોજ વહેલી સવારના કરાયુ હતું.જેમાં ભરૂચ જીલ્લાના નાના-મોટા અને જીલ્લા બહારના અંદાજીત ૩૫૦૦ જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.જેમાં ૩,૫,૧૦ અને ૨૧ કિલોમીટરની મેરેથોન દોડની અલગ અલગ કેટેગરીમાં ભાગ લીધો હતો.
ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,જીલ્લા કલેકટર તુષાર સુમેરા,ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારુતીસિંહ અટોદરિયા, જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,રોકસૂલ કંપનીના અધિકારીઓ અને પદાધિકારી ઓ હજાર રહીને ભરૂચ હાફ મેરેથોન સિઝન થ્રિને જે.પી.કોલેજથી નર્મદા મૈયા બ્રિજના દક્ષિણ છેડા સુધી જઈ પરત આવવાનું હતું.
શક્તિ સ્પોર્ટ ક્લબના કોચ વિઠ્ઠલ શિંદે દ્વારા તૈયાર કરાયેલ ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો.જેમાં ૨૧ કિલોમીટર મેરેથોનમાં અંજલી વસાવા પ્રથમ ક્રમે આવી હતી.૧૦ કિલોમીટર મેરેથોનમાં પ્રથમ ક્રમે ક્રિશા વસાવા,દ્વિતીય ક્રમે સાક્ષી વસાવા અને ત્રીજા ક્રમે વ્રીતિકા વસાવાને મહાનુભાવો દ્વારા મેડલ એનાયત કરાયા હતા.

સોહેલ મન્સુરી, ભરૂચ
૯૯૯૮૪૧૨૫૬૨


9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.