ઢીંકવાળી પ્રાથમિક શાળામાં પ્લાસ્ટિક કચરો (ઇકો બ્રિક્સ)ના બદલે ચકલીના માળા આપ્યા
ઢીંકવાળી પ્રાથમિક શાળામાં પ્લાસ્ટિક કચરો (ઇકો બ્રિક્સ)ના બદલે ચકલીના માળા આપ્યા
જાયન્ટસ્ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા પ્લાસ્ટિક મુક્ત બોટાદ પ્રોજેક્ટ અંતર્ગત ઢિંકવાળી પ્રાથમિક શાળામાં ઈકો બ્રિક્સના બદલે ચકલીના માળા ના વિતરણ હાથ ધરવામાં આવેલ. પ્રોજેક્ટ ચેરમેન અને શાળાના આચાર્ય દિગ્વિજયસિંહ ડાભી સાહેબએ વિદ્યાર્થીઓને આપેલ ટાસ્ક મુજબ શાળાના દરેક બાળક તેમના ઘરેથી વધારાનો પ્લાસ્ટિક કચરો જેવો કે વેફરના પડીકા, બિસ્કીટના પેકેટ, ઝબલા, ચોકલેટના કાગળિયા, દૂધની થેલી અને અન્ય પ્લાસ્ટિકના કચરો બોટલમાં ભરી એક બોટલની સામે એક ચકલીનો માળનું વિતરણ કરવામાં આવેલ આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના 200 જેટલા વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકની બોટલમાં કચરો એકત્ર કરી ગ્રુપને આપી અને એક એક માળો મેળવેલ. જેનાથી પ્લાસ્ટિક મુક્ત બોટાદ પ્રોજેક્ટને ખૂબ જ સારી સફળતા મળેલ છે. સમગ્ર કાર્યક્રમમાં ગ્રુપના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા ,મુકેશભાઈ જોટાણીયા તેમજ પ્રોજેક્ટ ચેરમેન દિગ્વિજયસિંહ ડાભીએ હાજર રહી બાળકોને માર્ગદર્શન અને પ્લાસ્ટિકના ગેરફાયદાઓ જણાવેલ. પ્રોજેક્ટને સફળ બનાવવા શાળા ના સ્ટાફ એ જહેમત ઉઠાવેલ.
રિપોર્ટ અસરફ જાંગડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.