ગરબાડા તાલુકાના પાંદડી ગામના યુવાનોએ ગામમાં આધુનિક લાયબ્રેરી બનાવવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું. - At This Time

ગરબાડા તાલુકાના પાંદડી ગામના યુવાનોએ ગામમાં આધુનિક લાયબ્રેરી બનાવવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું.


આજ રોજ તારીખ 06/08/2024 મંગળવારના રોજ ગરબાડા તાલુકાના પાંદડી ગામના યુવાનો-યુવતીઓ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી કે આધુનિક યુગમાં શિક્ષિત યુવાનો-યુવતીઓને વધુ જાણકારી મળે, નોલેજમાં વધારો થાય. ટેકનિકલ રીતે તેમને જ્ઞાન મળે, સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષામાં પ્રોત્સાહન મળે, શિક્ષિત યુવાનો-યુવતીઓને સતત કંઈકને કઈક નવું જાણે તે હેતુથી વર્તમાન સમયમાં એક લાયબ્રેરીની જરૂરિયાત ઉભી થઇ છે, જે આજે શહેરોના દરેક વિસ્તારમાં લાયબ્રેરી હોય છે જેના કારણે ગ્રામ્યક્ષેત્ર કરતાં ત્યાંના શિક્ષિત યુવાનો-યુવતીઓને વધારે પ્રોત્સાહન મળે છે અને ગ્રામ્ય વિસ્તારના શિક્ષિત યુવાનો-યુવતીઓને આ કારણેથી પણ અવરોધરૂપ જણાય છે. તથા ગ્રામીણક્ષેત્રના યુવાનો-યુવતીઓ દરેક બાબતમાં ભરપુર કૌશલ્ય ધરાવે છે પરંતુ ગ્રામીણ ક્ષેત્રના યુવાનો- યુવતીઓને કંઈ તાલીમ કે પ્રોત્સાહન કે ગાઈડ લાઈન મળી રહે એવું કોઇ માધ્યમ નથી તેમજ ગ્રામીણક્ષેત્રના યુવાનો-યુવતીઓ ફિઝીકલ રીતે તૈયાર જ રહે છે, પરંતુ તેને યોગ્ય રસ્તા ન મળવાને કારણે આગળ વધી શકતાં નથી તેથી પાંદડી ગામમાં ગૌચર અને પડતર જમીનમાં મેદાન અને લાયબ્રેરી બનાવામાં આવી તેવી માંગણી સાથે દાહોદ જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.