સાયલા પોલીસ દ્વારા ચાઇનીઝ પતંગ દોરા બાબતે ચેકીંગ તથા જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. - At This Time

સાયલા પોલીસ દ્વારા ચાઇનીઝ પતંગ દોરા બાબતે ચેકીંગ તથા જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.


સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમા પતંગ દોરા વેચતાં વેપારીઓ ની દુકાનો માં પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીઓ દ્રારા અલગ અલગ ટીમો બનાવી ચેકીંગ કરવામાં આવેલ હતું. તેમજ ચાઇનીઝ માંઝા,પ્લાસ્ટીક દોરી, ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન (તુક્કલ) ના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ રોકવા બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

સાયલા સરકારી મોડેલ સ્કુલ ખાતે જન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં પ્રતિબંધીત ચાઇનીજ દોરીનો ઉપયોગ નહીં કરવા અંગે અવનેશ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હનું જેમાં સ્કુલનાં પ્રીન્સીપાલ શિક્ષકો/વિધાર્થીઓ હાજર રહેલ હતાં અને ચાઇનીજ દોરી પ્રતિબંધીત હોય અને તેનાં ઉપયોગ થી થતાં જાનમાલને નુકશાન અંગેની સમજ કરવામાં આવેલ જેથી સુરક્ષીત રીતે ઉતરાયણ પર્વ ઉજવાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.