*ભારતીય બનાવટનાં પરપ્રાંત ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ નંગ-૩૬૦ તથા બિયર ટીન નંગ-૨૪ કિ.રૂ.૩,૪૪,૩૮૮/- સહિત કુલ કિ.રૂ.૧૩,૪૪,૮૮૮/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ*
*પોલીસ શ્રી ગૌતમ પરમાર સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર* તથા *પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ સાહેબે* ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી સ્ટાફનાં અધિકારી/ માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૨૮/૧૧/૨૦૨૪ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતાં.તે દરમ્યાન *બાતમી મળેલ કે,* રમેશભાઇ ઉર્ફે બાદશાહ ગોહેલ રહે. મફતનગર, સ્ટીલ કાસ્ટ પાસે, રૂવાપરી રોડ,ભાવનગરવાળા તેઓના કબ્જા-ભોગવટાના ટ્રક રજી.નંબર-GJ-27-TD 2454માં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને સનેસ ચોકડી તરફથી ભાવનગર તરફ આવવાના છે. જે બાતમી આધારે કાળાતળાવથી નિરમા કંપની તરફ જવાના ત્રણ રસ્તે ભાવનગર તરફ જવાના નાકા ઉપર વોચમાં રહેતા નીચે મુજબના ઇસમ નીચે મુજબના ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની નાની-મોટી અલગ-અલગ કંપની સીલપેક પ્લાસ્ટીક તથા કાચની ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ ઓન્લી લખેલ બોટલો/બિયર ટીન સાથે હાજર મળી આવેલ. તેના વિરૂધ્ધ ભાવનગર, વેળાવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
*આરોપીઃ-*
રમેશભાઇ ઉર્ફે બાદશાહ તળશીભાઇ ગોહેલ ઉ.વ.૪૫ ધંધો-ડ્રાયવીંગ રહે.મફતનગર, સ્ટીલ કાસ્ટ પાસે, રૂવાપરી રોડ, ભાવનગર
*કબ્જે કરેલ મુદ્દામાલઃ-*
1. ડી.એસ.પી બ્લેક ડીલકસ વ્હીસ્કી ૨ લીટરની બોટલ નંગ-૫૪ કિ.રૂ.૮૭,૮૦૪/-
2. ડી.એસ.પી બ્લેક ડીલકસ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૭૨ કિ.રૂ.૪૩,૮૪૮/-
3. સીગ્રામ ઇમ્પીરીયલ બ્લ્યુ સુપીરીયર ગ્રેઇન વ્હીસ્કી ૨ લીટરની બોટલ નંગ-૫૪ કિ.રૂ.૮૦,૮૯૨/-
4. બેગપાઇપર ડીલકસ વ્હીસ્કી ઓરીજનલ ક્વોલીટી ૧ લીટરની બોટલ નંગ-૧૮૦ કિ.રૂ.૧,૨૯,૦૬૦/-
5. કિંગફીશર સ્ટ્રોંગ પ્રીમીયમ બિયર લખેલ કંપની સીલપેક ૫૦૦ ML બિયર ટીન નંગ-૨૪ કિ.રૂ.૨,૭૮૪/
6. ભુરા-કાળા કલરની ડિઝાઇનવાળી Aristocrat Bag લખેલ ફોલ્ડર ફાઇલમાંથી ટ્રકની રજી.બુક, ટેકસ રીસીપ્ટ, નેશનલ પરમીટનું ફોર્મ-૪૭, વાહન રજીસ્ટર ફોર્મ-૨૪, વીમાની પહોંચ, ફિટનેસ સર્ટીફિકેટ, પી.યુ.સી. સર્ટીફીકેટની નકલ કિ.રૂ.૦૦/-
7. અશોક લેલન્ડ કંપનીનો રજી.નંબર-GJ-27-TD 2454વાળો ટ્રક કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-
8. કાળા કલરનો હિરો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦/- મળી *કુલ કિં.રૂ.૧૩,૪૪,૮૮૮/-નો મુદ્દામાલ*
*આરોપીનો ગુનાહીત ઈતિહાસ :-*
ઘોઘા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૮૦૨૦૨૪૦૧૦૯/૨૦૨૪ પ્રોહી એક્ટ કલમઃ-૬૫ એ,ઇ,૧૧૬ બી, ૯૮(૨) મુજબ
*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના ઘનશ્યામભાઇ ગોહિલ, સાગરભાઇ જોગદિયા, અનિરૂધ્ધસિંહ ડાયમા, વિઠ્ઠલભાઇ બારૈયા, અનિલભાઇ સોલંકી, સંજયભાઇ ચુડાસમા, પ્રજ્ઞેશભાઇ પંડયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.