જેતપુરમાં કૂતરાઓનો હાહાકાર, છેલ્લા 30 દી’માં 335 ને કરડી ખાધા, હડકવાના પણ કેસો.
જેતપુરમાં એક પણ રસ્તો અત્યારે એવો નહીં હોય કે જ્યાંથી લોકો પસાર થાય એટલે ‘ડાઘીયો’ શ્વાન તેનું ‘સ્વાગત’ કરવા માટે ઉભો ન હોય ! શહેરમાં દિવસેને દિવસે શ્વાનનો વસતી વિસ્ફોટ થઈ રહ્યો હોવાને કારણે દૈનિક 7 થી 8 લોકોને શ્વાન કરડે છે. અત્યારે શ્વાનોની રંજાડ કેવી છે તેનો ફક્ત એક મહિનાના ‘ડોગબાઈટ’ના આંકડા પરથી જ આવી જાય છે. ડિસેમ્બર માસમાં 335 નાગરિકોને શ્વાને બચકા ભર્યાં છે.જેથી આ લોકોને ચાર વખત ઈન્જેક્શન લેવા માટે સિવિલના પગથીયાં ચડવા પડી રહ્યા છે.
જેતપુર રાજમાર્ગો થી લઇ શેરીગલીઓ માં બેફામ બનેલાં કુતરાઓ એ રીતસર નો હાહાકાર મચાવ્યોછે.છેલ્લા 30 દિવસ માં 335 લોકોને કુતરાઓ એ બચકાભરી કરડી ખાધાછે.તે પૈકી અમુક લોકો હડકાયા કુતરાનો શિકાર બન્યાછે લોકો પરેશાન બન્યાછે.બીજી બાજુ કુતરાઓ નાં ત્રાસવાદ સામે નગરપાલિકા એવુ કહેછે કે સરકાર નાં એનિમલ એક્ટને કારણે અમે કુતરા પકડી શકતા નથી.આમ કુતરાઓ એ મચાવેલા હાહાકાર વચ્ચે પ્રજા ની હાલત રામભરોસે જેવી બનીછે..
અત્રેની સિવિલ હોસ્પિટલ માં કુતરાઓ કરડવાનાં કેસમાં રોજબરોજ વધારો થઇ રહ્યોછે.ખરી મુશીબત હડકાયા કુતરાઓ નો શિકાર બનેલા લોકોની છે.બીજી બાજુ શહેરમાં રાત્રિકર્ફયુ અમલી હોવાને કારણે કામ પૂરું કરીને ઘેર પરત ફરતાં લોકોને સૂમસામ રસ્તા ઉપર દરરોજ શ્વાનોનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા શ્વાનોને પકડવાનું ‘નાટક’ તો સદંતર બંધ જ કરી દેવામાં આવ્યું હોવાને કારણે ‘ડાઘીયા’ઓ ઘટવાને બદલે સતત વધી રહ્યા છે અને હવે તો શહેરના અનેક રસ્તાઓ ઉપર ટોળાં સ્વરૂપે શ્વાનો અડ્ડો જમાવીને બેસી જાય છે તેથી જરૂરી કામસર બહાર નીકળતાં લોકોને સૌથી પહેલી ચિંતા શ્વાનોની સતાવવા લાગી છે.
સિવિલના સૂત્રોએ જણાવ્યું કે જો કોઈ વ્યક્તિને શ્વાન કરડી જાય તો તેને હડકવા વિરોધી રસીનું ઈન્જેક્શન આપવામાં આવે છે. આ રીતે તેણે ચાર ઈન્જેક્શનનો કોર્ષ કરવાનો હોય છે પરંતુ જો તે દર્દી એક ઈન્જેક્શન લીધા બાદ બાકીના ઈન્જેક્શન ન લ્યે તો તેને હડકવા ઉપડવાની સંભાવના વધી જાય છે. આ પ્રકારના અનેક કેસો પણ નોંધાઈ ચૂક્યા છે અને મોટાભાગના કેસોમાં હડકવા ઉપડ્યા બાદ તેને ઠીક કરવો સંભવ બનતો નથી. આવી જ રીતે સારવાર દરમિયાન અનેક લોકો મોતને પણ ભેટ્યા છે.
શ્વાનના આંતક વિશે નગરપાલિકાના મુખ્ય અધિકારીને પૂછતાં તેઓએ જણાવેલ કે, સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન મુજબ અમો શ્વાનને પકડી નથી શકતા પરંતુ અમો તેઓનું ખસીકરણ અને રસીકરણ કરવાથી શ્વાનની વસ્તી ઉપર નિયંત્રણ કરી શકીએ. અને આ માટે અમો ટેન્ડરની પ્રક્રિયા કરશું. આમ, નગરપાલિકાના મુખ્ય અધિકારીના જવાબ ઉપરથી શહેરીજનોને શ્વાનના આંતકથી હાલ કોઇ બચાવી શકે તેમ નથી જેથી અપના હાથ જગન્નાથ જાણી શ્વાનના હુમલાથી પોતાની રક્ષા પોતાને જ કરવાની રહેશે.
આશિષ પાટડિયા જેતપુર
9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.