જામનગર ખાતે સ્માર્ટ ક્લાસમાં દ્રશ્ય, શ્રાવ્ય માધ્યમથી વિદ્યાર્થીઓને અપાતું શિક્ષણ - At This Time

જામનગર ખાતે સ્માર્ટ ક્લાસમાં દ્રશ્ય, શ્રાવ્ય માધ્યમથી વિદ્યાર્થીઓને અપાતું શિક્ષણ


જામનગર ખાતે સ્માર્ટ ક્લાસમાં દ્રશ્ય, શ્રાવ્ય માધ્યમથી વિદ્યાર્થીઓને અપાતું શિક્ષણ

જામનગરની અંદાજે 44 શાળામાં લગભગ 7 હજાર જેટલા વિધાર્થીઓ સ્માર્ટ ક્લાસમાં કરે છે અભ્યાસ: બ્લેક બોર્ડના સ્થાને હાલ આધુનિક સાઉન્ડ સીસ્ટમ સાથે ભણવામાં આવતું હોવાથી સમસ્યા બની ભૂતકાળ!

આજના સમયમાં શિક્ષણમાં હવે સુવિધા ભળી છે આથી વિદ્યાર્થીઓને ભણતર સહેલું બન્યું છે. સુવિધા સફર શિક્ષણ સાથે વિદ્યાર્થીઓના જીવનમાં અંજવાળા પાથરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે જામનગરમાં પણ અત્યારે સ્માર્ટ ક્લાસમાં ડિજિટલ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની 44 શાળામાં ધોરણ 6 થી 8 ના 141 સ્માર્ટ કલાસ ચાલી રહ્યા છે જેમાં ખાનગી શાળાને પણ શરમાવે તેવી સુવિધા આપવામાં આવી છે અને ભૂતકાળની જે અમુક ત્રુટીઓ હતી તેનો અંત આવ્યો છે. અત્યારે જામનગરની શાળામાં કઈ કઈ સુવિધા છે આવો જાણીએ વિસ્તારથી!

જામનગરમાં આવેલ શાળા નંબર 60 માં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા વિજય પંડ્યાએ જણાવ્યું કે જામનગરની અંદાજે 44 શાળામાં લગભગ 7 હજાર જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં ટેકનોલોજીના યુગમાં આધુનિક સુવિધા સાથે શિક્ષણ આપવામાં આવી રહી છે. ચાલો સમયનો સૌથી શ્રેષ્ઠ સુવિધા એટલે કે ડિજિટલ બોર્ડ. જેના દ્વારા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી શિક્ષણ આપવામાં આવતું હોવાથી બાળકોને આસાનીથી સમજાવી શકાય છે અને બાળકો પણ તે યાદ રાખી શકે છે. અગાઉ જે શિક્ષણ બ્લેકબોર્ડમાં આપવામાં આવતું હતું તે સામાન્ય મુશ્કેલીની વાત કરીએ તો ક્લાસરૂમમા છેલ્લે બેઠેલા વિદ્યાર્થીઓને દેખાવ ખૂબ મુશ્કેલ બનતું હતું. પરંતુ તેના સ્થાને હવે સ્વયંમ પ્રકાશિત બોર્ડ આવી જતા વિદ્યાર્થીઓ આસાનીથી તેને જોઈ શકે છે.

વિદ્યાર્થીની વાઘેલા હિરવા એ જણાવ્યું કે બ્લેક બોર્ડના સ્થાને હાલ આધુનિક સાઉન્ડ સીસ્ટમ સાથે ભણવામાં આવતું હોવાથી છેલ્લે સુધી પણ દેખાઈ અને સંભળાઈ છે. સરકારને એપ્લિકેશનમાં પાઠ્યપુસ્તક પણ હોવાથી ડિજિટલ માધ્યમથી વિદ્યાર્થીઓ ચિત્રો જોઈ અને ભણી શકે છે અને તેને આસાનીથી યાદ પણ રાખી શકે છે. અને ઇન્ટરનેટના માધ્યમથી આ શક્ય બન્યું છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા, ફર્નિચર સહિતની સુવિધા સાથે હવે બાકોની હાજરી,પરીક્ષા, ટાઈમટેબલ અભ્યાસક્રમ સહીતનો તમામ ડેટા ડિજીટલ બની ગયા છે.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.