દેશી બનાવટ ની પિસ્ટલ કિ રૂ 10.000/-સાથે એક ઈસમ ને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા ફ્લો સ્કવોડ - At This Time

દેશી બનાવટ ની પિસ્ટલ કિ રૂ 10.000/-સાથે એક ઈસમ ને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા ફ્લો સ્કવોડ


*પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ* તથા *પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે* ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા સબબ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડના અધિકારી/કર્મચારીઓને ગુનેગારો ઉપર વોચ રાખવા તેમજ હથિયારને લગતાં કેસો શોધી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.

તા.૨૧/૦૬/૨૦૨૪નાં રોજ ભાવનગર,એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન *પોલીસ કોન્સ. મહેન્દ્દસિંહ સરવૈયા તથા સોહિલભાઇ ચોકીયાને સંયુકત બાતમી રાહે હકીકત મળેલ કે,* દિપકભાઇ મગનભાઇ રહે.રોયલ તા.તળાજા જી.ભાવનગરવાળો પોતાના પેન્ટના નેફામાં દેશી પીસ્ટલ જેવું હથિયાર રાખી રોયલ ચોકડી નેશનલ હાઇ-વેના પુલની નીચે ભુરા કલરનું ટી શર્ટ તથા પેન્ટ પહેરી ઉભો છે. જે માહિતી આધારે તપાસ કરતાં નીચે મુજબનાં આરોપી નીચે મુજબના વર્ણનવાળી પિસ્ટલ સાથે હાજર મળી આવતાં તેના વિરૂધ્ધ આર્મ્સ એકટની કલમો હેઠળ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે તળાજા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

*આરોપીઃ-*

1. દિપકભાઇ મગનભાઇ મકવાણા ઉ.વ.૨૬ ધંધો-ખેતી રહે.મુળ-સીપાઇ જમાતખાનાની સામે,ગોરખી રોડ, તળાજા જી.ભાવનગર હાલ-લશ્કરભાઇની વાડીએ,પ્રાથમીક શાળાની પાછળ,રોયલ તા.તળાજા જી.ભાવનગર
2. દશરથસિંહ ઉર્ફે લાલભાઇ જયદેવસિંહ ગોહીલ રહે.સોસીયા તા.તળાજા જી.ભાવનગર (પકડવાના બાકી)

*કબ્જે કરેલ મુદ્દામાલઃ-*
દેશી બનાવટની લોખંડની ધાતુની પીસ્ટલ *કિ.રૂ.૧૦,૦૦૦/-*

*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ, પો.સબ ઇન્સ.શ્રી એસ.વાય.ઝાલા, શ્રી આર.એ.વાઢેર તથા સ્ટાફનાં અશોકભાઇ ડાભી, સોહિલભાઇ ચોકીયા,મહેન્દ્દસિંહ સરવૈયા, હારિતસિંહ ચૌહાણ, તરૂણભાઇ નાંદવા વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.