ઘર પાસે કચરો નાખવા બાબતે દંપતી સાથે ઝઘડો કરી પાડોશી દંપતીએ બોલેરોનો કાચ ફોડી નાખ્યો
રાજકોટ તા. રઃ ગાંધીગ્રામ લાખના બંગલા નજીક ગોવિંદનગરમાં ઘર પાસે કચરો નાખવા બાબતે દંપતી સાથે ઝઘડો કરી પાડોશી દંપતીએ બોલેરોનો કાચ તોડી નાખતા ફીરયાદ થઇ છે.મળતી વિગત મુજબ ગોવિંદનગર વેલનાથ ચોક માધવ પાર્ટી પ્લોટની બાજુમાં રહેતા રાજેન્દ્રભાઇ સેદુરામભાઇ નાયક અને તેના પત્ની બંને ઉપરના માળે રહેતા સોનલ ભરત સોનાગ્રાને ઘર પાસે કચરો ન નાખવા બાબતે સમજાવવા જતા ભરત અને તેની પત્ની સોનલે બોલાચાલી કરી ઉશ્કેરાઇને ઘર પાસે પડેલી જી.જે. ર૭ ટીટી-રરર૮ નંબરની બોલેરો જીપનો કાચ ફોડી નાખ્યો હતો. આ બનાવ અંગે રાજેન્દ્રભાઇએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્સ. એસ. બી. મકરાણીએ તપાસ હાથ ધરી છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.