રાજકોટ ભારે પવન તેમજ વરસાદના કારણે વિવિધ જગ્યાએ ૪૩ સ્થળોએ ઝાડ પડવા અંગેની ફરીયાદોનો તાત્કાલિક નિકાલ.
રાજકોટ શહેર તા.૨૭/૬/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા તા.૨૬-૬-૨૦૨૨ ના રોજ ભારે પવન તેમજ વરસાદના કારણે શહેરમા વિવિધ જગ્યાએ ઝાડ પડવા અંગેની ફરીયાદો આવેલ જેમા મકાન ઉપર, વિજ થાંભલા, ફોર વ્હીલ તથા ટુ વ્હીલ પર અલગ-અલગ ૪૩ સ્થળોએ ઝાડ પડેલ જેનો તાત્કાલિક નિકાલ ફાયર & ઇમરજન્સી સર્વિસીઝ શાખાના અધિકારીશ્રી/કર્મચારીશ્રી દ્વારા કરવામા આવેલ. રાજકોટ શહેરમાં નવા થોરાળા, વિજયનગર સોસાયટી ફિલ્ડ માર્શલ પાસે, હુડકો પોલીસ ચોકી સામે, કોઠારીયા રોડ, ભગવતીપરા શેરીનં-૧, સંજયનગર શેરીનં-૪, ન્યુ સર્વોદય સોસાયટી શેરીનં.૭, કુવાડવા રોડ, ૮૦ ફુટ રોડ મોહનભાઇ હોલ પાસે, કોઠારીયા રોડ, બાલ્કૃષ્ણ સોસાયટી સંત કબીર રોડ, ગેલેકસી રોડ ગેલેકસી બિલ્ડીંગમા, ગાંધીગ્રામ શેરીનં.૬ બી રાજેશ પાન પાસે, સંતકબીર રોડ સંગમ બિલ્ડીંગ પાસે, ન્યુ સર્વોદય સોસાયટી શેરીનં.૭ એ ૮૦ ફુટ રોડ, કુવાડવા રોડ, ગાંધીગ્રામ મોચીનગર-૬ શેરીનં.૮, સંતકબીર રોડ શક્તિ ઠાકર ધણી પાન વાળી શેરી, ગોવિંદનગર મેઇન રોડ કોઠારીયા કેદારનાથ ગેટ બાજુમા, કુવાડવા રોડ ગોકુલ હોસ્પિટલ સામે, ભગવતી પરા સોસાયટી શેરીનં.૧ મધર ટેરેસા મકાન, હાઉસીંગ બોર્ડ ક્વાર્ટર દુધસાગર રોડ મધર ટેરેસા આશ્રમ પાસે મકાન પર, ઇન્દ્રપ્રસ્થનગર શેરીનં.૧/૮ મા મકાનના ડેલા પર ઝાડ પડેલ હેમુ ગઢવી હોલ સામે મેઇન રોડ પર, એરપોર્ટ રોડ રાજકૃતિ એપાર્ટમેન્ટ પાસે, એરપોર્ટ રોડ આશુતોષ સોસાયટીમા મકાન પર, શ્રોફ રોડ પર, શાળાનં.૨૯ પાસે નવા થોરાળા, સંતકબીર રોડ બાલકૃષ્ણ સોસાયટી રસ્તા પર, નિર્મલા રોડ પારસ કોલોનીની બાજુમા, એરપોર્ટ રોડ ગોવિંદભાઇની વાડીની બાજુમા, અલ્કા સોસાયટી મવડી ફાયર સ્ટેશનની સામે, ચંદ્રેશનગર ખીજડાવાળો હોકર્સ ઝોનમા, લક્ષ્મીનગર-૧ શુલભની સામે મંદિરની અંદર, રૈયા રોડ ચંદન પાર્ક અક્ષર સ્કુલ પાસે, રેસકોર્ષ પાર્ક-૧ ફોર વ્હીલ પર, બાબરીયા કોલોની શેરીનં.૪ મહેમુદભાઇ ની ગાડી પર, નવલનગર શેરીનં.૪, સ્વામિનારાયણ ચોક કૃષ્ણનગર મેઇન રોડ, ભગવતીપાર્ક-૧ આશ્રમની બાજુમા ફોર વ્હીલ પર, પંચવટી સોસાયટી અમિન માર્ગ પર મકાન પર, અમિન માર્ગ જનકલ્યાણ સોસાયટીમા રોડ પર, ગાંધીગ્રામ શેરીનં.૬ રાજેશ પાનની બાજુમા, વોર્ડ ઓફીસની બાજુમા કુવાડવા રોડ પર, શ્રીરામ પાર્ક મકાન પર ભગવતી હોલ પાસે મોરબી રોડ પર ઝાડ પડેલ હતા જે રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા તાત્કાલિક નિકાલ કરવામાં આવેલ. ઉપરોક્ત ઝાડ પડવાની ફરીયાદોના તાત્કાલિક નિકાલ કરવા ચીફ ફાયર ઓફીસરશ્રી આઇ.વી.ખેરના ઉચ્ચ માર્ગદર્શન હેઠળ વિવિધ ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફીસર લીડીંગ ફાયરમેન તથા ફાયરમેન ડ્રાઇવર સહિતના સ્ટાફે આધુનિક સાધન સામગ્રીનો ઉપયોગ કરી જાહેર જનતાના હિતમા કરવામા આવેલ છે.
રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.