નસવાડી બી સી સી બેંકના મકાનનું ખાતમુહૂર્ત બેંક ના ચેરમેન અને બરોડા ડેરી ના ઉપ પ્રમુખ ગણપત સિંહ સોલંકી ના હસ્તે કરવામાં આવ્યું. - At This Time

નસવાડી બી સી સી બેંકના મકાનનું ખાતમુહૂર્ત બેંક ના ચેરમેન અને બરોડા ડેરી ના ઉપ પ્રમુખ ગણપત સિંહ સોલંકી ના હસ્તે કરવામાં આવ્યું.


નસવાડી બી સી સી બેંકના મકાનનું ખાતમુહૂર્ત બેંક ના ચેરમેન અને બરોડા ડેરી ના ઉપ પ્રમુખ ગણપત સિંહ સોલંકી ના હસ્તે કરવામાં આવ્યું.

નસવાડી તાલુકામાં 1913 માં ધી બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક લીમીટેડ નસવાડી શાખા ની સ્થાપના કરવામાં આવી.. આ બેંક પહેલા નગર માં હતી ત્યાર બાદ સ્ટેશન વિસ્તારમાં આવી પરંતુ બેંક નું મકાન નાનું અને જૂનું જર્જરિત છે. બરોડા ડેરી ના ઉપ પ્રમુખ ગણપત સિંહ સોલંકી ના પ્રયાસ થી 15 લાખ ના ખર્ચે નસવાડી બજાર સમિતિ ના કમ્પાઉન્ડમાં બેંક ના નવા મકાન નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું...આ પ્રસંગે સંખેડા વિધાનસભા ના ધારા સભ્ય અભેસિંહ ભાઈ તડવી બરોડા ડેરી ના ઉપ પ્રમુખ જી.બી સોલંકી બી.સી.સી બેંક ના ચેરમેન રાજુ. સી. પટેલ વાઇસ ચેરમેન શિવુ મહારાઉલ માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ,એ.પી એમ.સી ચેરમેન હિંમત સિંહ મહામંત્રી ડી.એફ.પરમાર તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલ સિંહ ચૌહાણ બાંધકામ સમિતિના ચેરમેન ચેતન મેવાસી અને વિકા મંડળી ,દૂધ મંડળી ના પ્રમુખ,મંત્રી ઓ તથા સહકારી આગ્યવાનો હાજર રહ્યાં.. નસવાડી બી.સી.સી બેંક માં વિકા મંડળી ના 32 અને દૂધ મંડળી 54 સહિત કુલ 12 હજાર બેંક ખાતા હોવાથી બેંક માં ઘસારો વધુ રહે છે. કર્મચારીઓ અને આવનાર ગ્રાહકો ને ઘણી મુશ્કેલીઓ પડી રહી હોવાથી હાલ 113 વર્ષ જૂની બેંક માટે નવીન મકાન નું ખાત મુહૂર્ત બેંક ના ચેરમેન અને બરોડા ડેરી ના ઉપ પ્રમુખ જી.બી સોલંકી ના વરદ હસ્તે કરવામાં આવ્યું.

બોક્ષ.બોક્ષ..જી.બી સોલંકી ના જણાવ્યા મુજબ બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંક નસવાડી સ્ટેશન રોડ પર ચાલેછે. ગીચ વસ્તી માં બેંક છે ટ્રાફિક ની સમસ્યા છે પાર્કિગ ની સમસ્યા છે મકાન જૂનું અને જર્જરિત છે પાણી ટપકે છે બેંક ના સટાફ અને ગ્રાહકો ને ઘણી મુશ્કેલીઓ પડે છે આ બાબતોને ધ્યાનમાં લઇ મકાન નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે માર્ચ 2025 પહેલા મકાનું કામ પૂર્ણ થશે એવી આશા રાખી એ છે.
અલ્લારખા પઠાણ નસવાડીવાલા


9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.