આજ રોજ મારા મત વિસ્તાર સાબરકાંઠા જિલ્લા ના ઇડર તાલુકાના ફિંચોડ ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતું,ગુજરાત રાજ્ય તથા રાજા રામમોહનરાય લાઇબ્રેરી ફાઉન્ડેશન - At This Time

આજ રોજ મારા મત વિસ્તાર સાબરકાંઠા જિલ્લા ના ઇડર તાલુકાના ફિંચોડ ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતું,ગુજરાત રાજ્ય તથા રાજા રામમોહનરાય લાઇબ્રેરી ફાઉન્ડેશન


આજ રોજ મારા મત વિસ્તાર સાબરકાંઠા જિલ્લા ના ઇડર તાલુકાના ફિંચોડ ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતું,ગુજરાત રાજ્ય તથા રાજા રામમોહનરાય લાઇબ્રેરી ફાઉન્ડેશન કલકત્તાના આર્થિક સહયોગથી શ્રી ગજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિતશ્રી હરિ સાર્વજનિક પુસ્તકાલયના નવીન ગ્રંથાલય ભવનનું ઇડરના ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા જીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરી શુભારંભ કરાવ્યો.

લાઈબ્રેરીએ જાણકારી અને જ્ઞાનનો ખજાનો છે. લાઈબ્રેરીમાં ઘણા પ્રકારની પુસ્તકો, સામગ્રી અને સંસાધનો ઉપલબ્ધ હોય છે જે પ્રતિવ્યક્તિ માટે વિવિધ વિષયો પર જ્ઞાન મેળવવાનો ઉત્તમ માધ્યમ છે.તે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

આ કાર્યક્રમમાં શ્રી ગજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખશ્રી દિનેશભાઈ પટેલ,શ્રી ફીંચોડ કેળવણી મંડળ પ્રમુખશ્રી કાંતિભાઈ પટેલ,ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ પ્રમુખશ્રી ભાનુપ્રસાદ પટેલ,માનદશ્રી ગ્રંથપાલશ્રી નારાયણભાઈ પટેલ સહિત વિવિધ અગ્રણીશ્રીઓ તેમજ મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image