૩૧ ડીસેમ્બર અન્વયે વાહન ચેકીંગ કરતી પોરબંદર પોલીસ - At This Time

૩૧ ડીસેમ્બર અન્વયે વાહન ચેકીંગ કરતી પોરબંદર પોલીસ


૩૧ ડીસેમ્બર અન્વયે વાહન ચેકીંગ કરતી પોરબંદર પોલીસ

પોરબંદર જીલ્લામાં આગામી ૩૧ ડીસેમ્બર અનુસંધાને પોરબંદર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.રવિ મોહન સૈની ની સુચના મુજબ આજરોજ તા.૨૮/૧૨/૨૦૨૨ ના રોજ વાહન ચેકીંગની ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ જેમાં તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર પોલીસ અધિકારીશ્રી/કર્મચારીઓ દ્રારા અસરકારક વાહન ચેકીંગ કરવામા આવેલ અને વાહન ચેકીંગ દરમ્યાન વાહન ચાલકો તથા શંકાસ્પદ ઇસમોને બ્રીથ એનાલાઇઝર ની મદદથી ચેકીંગ કરવામાં આવેલ. ટ્રાફીક નિયમના ભંગ કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી વાહન ચેકીંગ દરમ્યાન કોઇ ગે.કા. જણાયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.
આગામી ૩૧ ડીસેમ્બરની ઉજવણી શાંતિપુર્ણ માહોલમાં થાય તથા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેના ભાગરૂપે વાહન ચેકીંગની ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon