સાબરકાંઠા જિલ્લા કલેકટર કચેરી ખાતે શાળા પ્રવેશોત્સવ અંગે વીડીયો કોન્ફરન્સ માં સહભાગી થયા પદાધિકારીઓ અધિકારીઓ - At This Time

સાબરકાંઠા જિલ્લા કલેકટર કચેરી ખાતે શાળા પ્રવેશોત્સવ અંગે વીડીયો કોન્ફરન્સ માં સહભાગી થયા પદાધિકારીઓ અધિકારીઓ

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ દ્વારા વરચ્યુઅલી માર્ગદર્શન આપી પ્રેરક સંબોધન કર્યું શિક્ષણ અંગેની ફિલ્મ પ્રેઝન્ટેશન નિહાળ્યું
*********
       રાજ્ય સરકાર દ્વારા આગામી ૨૩ જૂનથી ૨૫મી જૂન સુધી રાજ્યભરમાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી માટે પદાધિકારી અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રાથમિક શાળા માધ્યમિક શાળામાં બાળકોનું નામાંકન મહાનુભાવોના હસ્તે થનાર છે. જે પૂર્વે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર તથા શિક્ષણ વિભાગના સચિવ શ્રી વિનોદ રાવ દ્વારા જિલ્લા કલેકટરશ્રી અને પદાધિકારીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગર તાપી હોલ ખાતે થી પ્રેરક સંબોધન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ ટૂંકી ફિલ્મ અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.  જેને સૌએ નજરે નિહાળી સૂચનાઓ સાંભળીને અમલવારી માટે કાર્ય
અમલવારી માટે કાર્ય યોજના ઘડી કાઢવામાં આવી હતી. જેમાં મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ એસ. એમ. સી. મિટીંગ બી.આર.સી. દ્વારા સમીક્ષા, ફીડબેક, વક્તવ્ય, વૃક્ષારોપણ, શાળાનું સર્વાંગ્રાહી મૂલ્યાંકન સજેશન વગેરે બાબતો ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.
        મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે કોરોના મહામારી વખતે આપણે આ કાર્યક્રમો કરી શક્યા નથી બે વર્ષથી પણ હવે એમાં જે ખૂટતું હશે તે ભરપાઈ કરીને સરભર કરી શકીએ, વિદ્યાર્થીઓ શિક્ષકોને મુશ્કેલી પડી હશે તેમાંથી બહાર કઈ રીતે નીકળી શકાય તે અંગેનો રસ્તો કાઢવાનો છે. માન. નરેન્દ્રભાઇ મોદીએ શિક્ષણ ક્ષેત્ર કેવી રીતે મજબૂત થાય તે અંગે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની શરૂઆત કરી છે અને ડ્રોપ આઉટ રેશિયો ઘણો ઘટાડી શક્યા છે. જેના સારા પરિણામ આજે દેખાય છે અને અદ્યતન ટેક્નોલોજીના માધ્યમથી બાળકો શિક્ષકોની હાજરી ઓનલાઇન કરી છે આ વર્ષે સરકાર નવા 21,000 ઓરડાઓ બનાવી રહી છે અને જૂના ઓરડાઓ પણ નવા બનાવાયા સરકાર પુરા પ્રયત્નો અને ફંડ આપશે તેમ જણાવ્યું હતું. જે ઓરડાઓને અગ્રતા  આપવાનું સૂચન ફીડબેક

ઓરડાઓને અગ્રતા  આપવાનું સૂચન ફીડબેક આવશે તે ઓરડા તે જ વર્ષે બાંધી  દેવામાં આવશે. ક્યાંક ક્યાંક લોકોને પીયતની સગવડ મળી છે તો લોકો ખેતીના કામમાં તથા મોટું બાળક નાના બાળકને સાચવવા રોકાય છે શાળામાં ગેરહાજર રહે છે પણ શિક્ષણની અગત્યતા સમજાવી બાળક નિયમિત શાળાએ આવે તેવા પ્રયત્નો શિક્ષક વાલીઓને સમજાવીને તે દૂર કરી શકાય તે પણ આપણી જવાબદારી છે.      
     આ વિડીયો કોન્ફરન્સની બેઠકમાં રાજ્ય સભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધીરજભાઈ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન, જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયા, જિલ્લા પોલીસ વડા શ્રી વિશાલ વાઘેલા, જિલ્લા શિક્ષણાધિકારી પ્રાથમિક- માધ્યમિક અને જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિડીયો કોન્ફરન્સને નજરે નિહાળી હતી.
૦૦૦૦૦૦૦૦૦

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.