મહુવા તાલુકાના મોટા ખુંટવડા સહિતના અનેક ગામોમાં વીજ ધાંધિયા, લોકોમાં રોષ - At This Time

મહુવા તાલુકાના મોટા ખુંટવડા સહિતના અનેક ગામોમાં વીજ ધાંધિયા, લોકોમાં રોષ


મહુવા તાલુકાના મોટા ખુંટવડા ૬૬ કે.વી. સબ સ્ટેશન હેઠળ આવતા અનેક ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત રાત્રે વીજ પુરવઠામાં અનિયમિતતા જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. ચોમાસાની સિઝન દરમિયાન, ખાસ કરીને રાત્રિના સમયે, કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતો હોવાની ફરિયાદો ઉઠી છે. ૬૬ કે.વી. સબ સ્ટેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ, સ્થાનિક રહીશો ફોન કરે તો જણાવવામાં આવે છે કે ગામડાઓમાં રીપેરીંગ શરૂ છે જ્યારે રીપેરીંગ કામ કાજ થય જશે એટલે વિજ પાવર શરૂ કરી દેવામાં આવશે આવા અસંતોષ કારક જવાબો ફરજ પરના અધિકારીઓ દ્વારા આપવામાં આવે છે જેને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમજ વીજ પુરવઠો વારંવાર ખોરવાય છે. આ પરિસ્થિતિ સ્થાનિક આરોગ્ય સમસ્યાઓને વેગ આપે છે જેથી મચ્છરજન્ય રોગો, ઝાડા, ઉલટી અને ઉધરસ જેવા રોગોમાં વધારો થાય છે જેથી લોકોમાં સ્થિતિ વધુ ચિંતાજનક રીતે વધી શકે છે તેથી આ બાબતે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું છે.

રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા


9484450944
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.