મહારાષ્ટ્રમાં સેનાનાં હથિયાર બનાવતી ફેક્ટરીમાં વિસ્ફોટ, 8નાં મોત:7 ગંભીર રીતે ઘાયલ; 5નું રેસ્ક્યૂ, 13-14 લોકો હજુ પણ ફસાયેલા; 5 કિમી દૂર સુધી અવાજ સંભળાયો
મહારાષ્ટ્રના ભંડારામાં સેનાનાં હથિયાર બનાવતી ફેક્ટરીમાં શુક્રવારે સવારે વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થઈ ગયા છે. 7 ગંભીર રીતે ઘાયલ છે. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. વિસ્ફોટનો અવાજ 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. આકાશમાં ઊડતો ધુમાડો પણ ઘણા કિલોમીટર દૂરથી દેખાતો હતો. ભંડારાના કલેક્ટર સંજય કોલ્ટેએ જણાવ્યું હતું કે વિસ્ફોટ સવારે 10:30 વાગ્યાની આસપાસ થયો હતો. બ્લાસ્ટને કારણે છત તૂટી પડી છે, જેને JCBની મદદથી હટાવાઇ રહી છે. રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. સમાચાર એજન્સી પીટીઆઈએ જણાવ્યું કે 13-14 લોકોને રેસ્કયૂ કરવામાં આવ્યા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ જવાહર નગર વિસ્તારમાં આવેલી ફેક્ટરીના LTP (લોંગ ટર્મ પ્લાનિંગ) વિભાગમાં થયો હતો. વિસ્ફોટ સમયે સેક્શનમાં 14 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અકસ્માતમાં 13-14 લોકો છત નીચે ફસાયા હોવાની માહિતી છે. ફેક્ટરીમાં વિસ્ફોટ પછીની તસવીરો... RDX બનાવનારી બ્રાન્ચમાં વિસ્ફોટ જવાહર નગર સ્થિત ઓર્ડનન્સ ફેક્ટરીના RKR બ્રાન્ચ વિભાગમાં આ વિસ્ફોટ થયો હતો. RDX અહીં બનાવવામાં આવે છે. તેમાં જ વિસ્ફોટ થયો હતો. મૃત્યુઆંક વધવાની આશંકા છે. જે ઇમારતમાં વિસ્ફોટ થયો હતો તે સંપૂર્ણપણે નાશ પામી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ આ દુર્ઘટનાને મોદી સરકારની નિષ્ફળતા ગણાવી છે. અહીં ટેસ્ટિંગ ફેસિલિટીઝ અને અત્યાધુનિક લેબોરેટરી પણ
ભંડારાની આ ફેક્ટરીમાં સેના માટે અનેક પ્રકારની આવશ્યક ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે. જેમાં એસિડથી લઇને અનેક પ્રકારના વિસ્ફોટકોનો સમાવેશ થાય છે. અહીં ટેસ્ટિંગ ફેસિલિટીઝ અને અત્યાધુનિક લેબોરેટરી પણ છે. નાનાં હથિયારોમાં વપરાતો વિસ્ફોટક સ્પેરિકલ પાઉડર પણ અહીં બનાવવામાં આવે છે. આ પાઉડરનો ઉપયોગ સૌપ્રથમ બીજા વિશ્વયુદ્ધમાં થયો હતો. તે 1960થી નાગરિકોને આપવાનું શરૂ થયું હતું. સંરક્ષણ મંત્રીએ કહ્યું- રાહત પ્રયાસો ચાલુ
આ ઘટના અંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું- મહારાષ્ટ્રના ભંડારામાં ઓર્ડનન્સ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ વિશે જાણીને ખૂબ દુઃખ થયું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. ઘટનાસ્થળે બચાવ ટીમો તહેનાત છે. અસરગ્રસ્ત લોકોને સહાય પૂરી પાડવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 2024માં પણ આવી જ ઘટના બની હતી જાન્યુઆરી 2024માં પણ ભંડારા ઓર્ડનન્સ ફેક્ટરીના CX વિભાગમાં વિસ્ફોટ થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. તે પહેલાં, ભંડારા નજીક સનફ્લેગ કંપનીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ત્રણ કર્મચારીઓ દાઝી ગયા હતા. આજની ઘટના આ વર્ષની આવી પહેલી ઘટના છે. વિસ્ફોટ સંબંધિત આ સમાચાર પણ વાંચો... જયપુરમાં LPG ટેન્કરમાં વિસ્ફોટ, 14 જીવતા બળી ગયા: ટ્રકની ટક્કરથી આગ લાગી, 200 ફૂટ ઊંચી જ્વાળાઓ ઊઠી જયપુરમાં 21 ડિસેમ્બરની સવારે એલપીજી ગેસ ટેન્કરમાં થયેલા વિસ્ફોટમાં 14 લોકોના મોત થઇ ગયા હતા. આ દુર્ઘટનામાં 32 લોકો દાઝી ગયા હતા. ભારત પેટ્રોલિયમનું ટેન્કર અજમેરથી જયપુર તરફ આવી રહ્યું હતું. સવારે લગભગ 5:44 વાગ્યે, ટેન્કરે એક શાળાની સામે યુ-ટર્ન લીધો. આ સમયે જયપુર તરફથી આવી રહેલા એક ટ્રકે તેને ટક્કર મારી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
