મોંઘેરા મહેમાનોને મોંઘીદાટ રિટર્ન ગિફ્ટ:અનંત અંબાણીએ સલમાન, શાહરુખ, રણવીર સહિત 25 મિત્રોને 18 કેરેટ સોનાની લક્ઝુરિયસ ઘડિયાળ આપી, કિંમત 1.67 કરોડ
બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ 12 જુલાઈના રોજ ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા. ઇન્ટરનેશનલ વીવીઆઈપી મહેમાનો સાથે અને કરોડો રૂપિયાના ખર્ચે થયેલા આ લગ્ન ચર્ચામાં છે. રાધિકા મર્ચન્ટે લગ્નમાં ગોલ્ડ એમ્બ્રોઇડરી કરેલો લહેંગા પહેર્યો હતો, જ્યારે અનંત અંબાણીના વેડિંગ આઉટફિટની કિંમત 214 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. હવે સમાચાર છે કે અનંત અંબાણીએ તેમના 25 નજીકના મિત્રોને તેમના લગ્નના દિવસે 1.67 કરોડ રૂપિયાની લક્ઝરી ઘડિયાળ ભેટમાં આપી છે. 12 જુલાઈના રોજ Jio વર્લ્ડ સેન્ટરમાં આયોજિત અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્નમાં વરરાજાના મિત્રોની મસ્તી-પ્રેમાળ સ્ટાઇલ જોવા મળી હતી. વરરાજા બાજુથી શાહરુખ ખાન, સલમાન ખાન, રણવીર સિંહ, વીર પહાડિયા, સલમાન ખાન, મીઝાન જાફરી, શિખર પહાડિયા સહિત 25 નજીકના મિત્રોનો સમાવેશ થાય છે, જેમને અનંત અંબાણીએ લક્ઝુરિયસ ઘડિયાળ ગિફ્ટમાં આપી છે. ઓડેમર્સ પિગ્યુટ(Audemars Piguet) બ્રાન્ડની Royal Oak Perpetual Calendar Premier Watchની આ લિમિટેડ એડિશન ઘડિયાળ 18 કેરેટ સોનાની બનેલી છે, જેની કિંમત 2 લાખ ડોલર એટલે કે રૂ. 1.67 કરોડ છે. વરરાજા ટુકડી તેમની ઘડિયાળો ફ્લોન્ટ કરતી હોવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. 1.67 કરોડની ઘડિયાળની શું છે ખાસિયત?
અનંત અંબાણીએ ભેટમાં આપેલી ઘડિયાળમાં 41mm 18K પિંક ગોલ્ડ કેસ, 9.5mm મોટો નીલમ ક્રિસ્ટલ બેક અને સ્ક્રુ-લોક ક્રાઉન છે. આ સાથે જ ઘડિયાળમાં ગ્રાન્ડે ટેપિસેરી પેટર્ન, બ્લુ કાઉન્ટર્સ, પિંક ગોલ્ડ અવર માર્કર્સ અને લ્યુમિનેસન્ટ કોટિંગ સાથે રોયલ ઓક હેન્ડ્સ સાથે પિંક ગોલ્ડ-ટોન ડાયલ છે. આ ઘડિયાળમાં રોઝ ગોલ્ડ-ટોન આંતરિક ફરસી અને મેન્યુફેક્ચર કેલિબર 5134 સેલ્ફ-વાઇન્ડિંગ મૂવમેન્ટ છે, જેમાં અઠવાડિયાના સંકેતો, દિવસ, તારીખ, ખગોળશાસ્ત્રીય ચંદ્ર, મહિનો, લીપ વર્ષ અને કલાકો અને મિનિટો દર્શાવતું કેલેન્ડર છે. તે 40 કલાકનો પાવર રિઝર્વ ઓફર કરે છે અને 18K પિંક ગોલ્ડ બ્રેસલેટ, AP ફોલ્ડિંગ બકલ અને વધારાના બ્લુ એલિગેટર સ્ટ્રેપ સાથે આવે છે. તે 20 મીટર સુધી પાણી પ્રતિરોધક છે. 12મી જુલાઈએ થયાં લગ્ન, આજે રિસેપ્શન યોજાશે અનંત-રાધિકાનાં લગ્ન 12મી જુલાઈના રોજ થયાં હતાં. આ પછી, 13મી જુલાઈના રોજ દંપતી માટે એક શુભ આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરમાંથી ઘણી હસ્તીઓ તેમને આશીર્વાદ આપવા માટે આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 13 જુલાઈના રોજ આયોજિત શુભ આશીર્વાદ સમારોહનો ભાગ બન્યા હતા. આ સમારોહમાં બોલિવૂડની અનેક હસ્તીઓએ પણ ભાગ લીધો હતો. આ કપલનું રિસેપ્શન આજે 14મી જુલાઈએ યોજાશે. શનિવારે રાત્રે યોજાયેલા આશીર્વાદ સમારોહ સાથે જોડાયેલી તસવીરો પર એક નજર...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.