કોમર્સ કૉલેજ, મોડાસાની એન.એસ.એસ. શિબિર ઉદઘાટન નો શુભારંભ - At This Time

કોમર્સ કૉલેજ, મોડાસાની એન.એસ.એસ. શિબિર ઉદઘાટન નો શુભારંભ


ધી મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ એસ શાહ કૉલેજ ઑફ કોમર્સ, મોડાસા સંલગ્ન એન.એસ.એસ. યુનિટની ખાસ વાર્ષિક શિબિર 'મારું ગામ: દૂષણમુક્ત, પ્રદૂષણમુકત ગામ' કોલવડા મુકામે યોજાઈ રહી છે. આ શિબિરનો ઉદઘાટન સમારોહ તા:૦૬/૦૧/૨૫ ના રોજ કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ શાહ (મામા), મંત્રી શ્રી જયેશભાઈ દોશી, નશાબંધી વિભાગમાં પી.એસ.આઈ. શ્રી જીગર પટેલ, સરપંચ શ્રી દિનેશભાઈ પટેલ, કૉલેજના કા. આચાર્ય ડૉ. મોહનભાઈ પટેલ તથા કૉલેજ અને શાળા પરીવાર તેમજ ગામના અગ્રણીઓની હાજરીમાં યોજાયો હતો. ઉપસ્થિત મહેમાનશ્રીઓએ શિબિરને ખુલ્લી મુકતા પ્રાસંગિક ઉદબોધનો થકી વિધ્યાર્થીઓને માગૅદશૅન અને પ્રોત્સાહન પુરા પાડ્યા હતા. શિબિર સંચાલક ડૉ. ઈલાબેન સગર તથા પ્રા. અમિત વસાવા અઠવાડિક શિબિર દરમિયાન લોકજાગૃતિની વિવિધ પ્રવૃત્તિઓ કરાવશે.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.