જસદણ તાલુકાના અમરાપુર ગામમાં 17 વર્ષના હિરેન મજેઠીયા ની પાણીના ખાડામાંથી મળી લાશ
જસદણ તાલુકાના અમરાપુર ગામે રહેતા ૧૭ વર્ષના હિરેન નામના છાત્રની તેની વાડી નજીક આવેલા પાણીના ખાડામાંથી લાશ મળી આવતા પરિવારમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. માહિતી અનુસાર બપોરે તેને વાડીએ તેમના માતા પિતા મૂકીને ઘરે ગયા હતા. સાંજ સુધી તો ઘરે ના આવતા હિરેનની આજુબાજુમાં તપાસ કરી હતી. આ યુવાનની લાશ મળી ત્યારે તેના કપડા ખાડા ની બહાર કાંઠા પર હતા. અને તેણે ચપ્પલ પહેર્યા હતા. નાહવા જતા ડૂબી ગયો કે અન્ય કોઈ બનાવ બન્યો છે તેની જાણકારી માટેની રાજકોટ ફોરેન્સિક પીએમ માટે ખસેડાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.