ગોપાલ નમકીનના ગાઠીયામાં મૃત ઉંદર મળ્યો, ગ્રાહકની કડક કાર્યવાહી કરવા માંગ.
ગુજરાત માં છેલ્લા કેટલાય સમયથી ખાધ પદાર્થોમાંથી મૃત જીવાતો નીકળવાના કિસ્સાઓ સામે આવે છે ત્યારે.
હિંમતનગર તાલુકાના પ્રેમપુર ગામમાં ગોપાલ નમકીનના ગાંઠીયા ખાતા બાળકોને ઝાડા અને ઉલટી થઈ પેકેટ ચેક કર્યું તો ગાઠીયા માંથી મરેલો ઉંદર નીકળ્યો
હિમતનગર તાલુકાના પ્રેમપુર ગામમાં ગોપાલ નમકીનના ગાંઠિયા ઘરે ખાવા માટે મંગાવ્યા હતા ત્યારે એ ગાંઠીયા એક નાની બાળકી અને તેની મમ્મીએ ખાધા હતા અચાનક ગાંઠિયા ખાધા બાદ નાની બાળકીને ઝાડા અને ઉલટી થઈ હતી તો બાળકીના પિતા બાળકીને દાવડ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ગાંઠિયા નું પેકેટ ચેક કર્યું તો અંદરથી મરી ગયેલ ઉંદર નીકળ્યો હતો.
પેકેટમાંથી મરેલ ઉંદર જોઈ બાળકીના પિતા જૈમિનભાઈ પટેલે ગોપાલ કંપનીમાં જણાવ્યું તો કંપની વડાએ કહ્યું અમારે આવું કોઈ દિવસ થાય નઈ કહી ને હાથ અધ્ધર કરી દીધા. જેથી જૈમિંભાઈની
કંપની સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.