લાયન્સ કલબ ઇંન્ટરનેશનલના ડીસ્ટ્રીકટ ગવર્નરશ્રી દ્વારા સાબરકાંઠા જીલ્લાની લાયન્સ કલબની શુભેચ્છા

લાયન્સ કલબ ઇંન્ટરનેશનલના ડીસ્ટ્રીકટ ગવર્નરશ્રી દ્વારા સાબરકાંઠા જીલ્લાની લાયન્સ કલબની શુભેચ્છા


લાયન્સ કલબ ઇંન્ટરનેશનલના ડીસ્ટ્રીકટ ગવર્નરશ્રી દ્વારા સાબરકાંઠા જીલ્લાની લાયન્સ કલબની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી..
લાયન્સ કલબ ઇંન્ટરનેશનલના ડીસ્ટ્રીકટ ૩૨૩૨બી-૧ના ગવર્નરશ્રી રસિકભાઇ પટેલ દ્વારા સાબરકાંઠા જીલ્લાની હિમતનગર ડીવાઇન, રુરલ , ઇડર અને ખેડ્બ્રહ્મા એમ ચાર લાયન્સ કલબની ત. ૧૫.૦૩.૨૩ના રોજ શુભેચ્છા મુલાકાત કરવામાં આવી..સવારે ૧૦.૦૦ કલાકે ક્રિશ્ના હોસ્પીટલ ને લાયન્સ કલબ શાહિબાગ મારફત શ્રી રશ્મીકાંત જમનદાસના પરિવારજનો દ્વારા અંદાજે ૧૬.૦૦ લાખ રુપીયાની કિંમતના બ હીમોડાયાલીસીસ યંત્ર આપવામાં આવેલ જેનુ તેઓશ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યુ . આ પ્રસંગે ક્રિશ્ના હોસ્પીટલના સંવાહકો તથા લાયન્સ કલબ ના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેલ.
ત્યારબાદ તેઓશ્રી દ્વારા લાયન્સ કલબ ઇડર અને ખેડ્બ્રહમા સેંચુરી કલબની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી. આ બંને કલબ દ્વારા કરવામાં આવેલ કામગીરી અને ભાવિ આયોજનો બાબતે ચર્ચા કરી સુચનો કરેલ.
સાંજે ૭.૦૦ કલાકે હિંમતનગર સ્થિત હોટલ ડમરૂ ખાતે લાયન્સ કલબ હિમતનગર ડીવાઇન અને લાયન્સ કલબ રુરલની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી. ડીસ્ટ્રીકટ ૩૨૩૨બી-૧ના ગવર્નરશ્રી રસિકભાઇ પટેલ દ્વારા પ્રથમ કેબીનેટ મીટીંગ અને ત્યારબાદ જનરલ મીટીંગ યોજી લાયન્સ કલબના અધિકારીશ્રીઓ અને સભ્યશ્રીઓનો પરિચય મેળવી, થયેલ કામગીરી અને ભાવી આયોજન જેવાકે ભુખ્યાને ભોજન, પાણીની પરબ, પંખીઘર, મેડીકલ ચેક અપ કેમ્પ યોજવા ,ઓક્સ્સીજન સીલીંડર વગેરેની વિગતો શ્રી નેહલ પતેલ મંત્રી દ્વારા આપવામાં આવેલ . આ બેથકમાં અંદાજે ૭૦ વ્ય્ક્તિઓ ઉપસ્થિત હતા. આ બેઠકમાં ડીસ્ટ્રીકટ ગવર્નરશ્રીના ધર્મ પત્ની પ્રથમ લાયન લેડી જયાબેન પટેલ, રીજીયન ચેરમેન પ્રકાશ વૈદ, પ્રોટોકોલ ઓફીસર રાવ, અતુલ ભાઇ જોશી, વિપુલ ભાઇ, બંને કલબના પ્રમુખ પ્રવીણભાઇ નાયી અને ઉષાબેન વૈદ, કેબીનેટ ઓફીસર અને પુર્વ પ્રમુખ શ્રી ગીરીશ ભા ઇ ભાવસાર, મોહનભાઈ નાયી, મહેંદ્રભાઈ પટેલ, બ્રીજેશભાઇ પટેલ, ડો.પ્રકાશભાઇ પટેલ. પ્રવીણભાઇ પ્રજાપતી, પરેશ શાહ વગેરે અને પરીવાર સહ લાયન મિત્રો ઉપસ્થિત રહેલ

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »