લીંબડી સબજેલમાં કેદીઓ પાસેથી મોબાઈલ ઝડપાયા - At This Time

લીંબડી સબજેલમાં કેદીઓ પાસેથી મોબાઈલ ઝડપાયા


લીંબડી સબજેલમાં કેદીઓ પાસેથી મોબાઈલ ઝડપાયા

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડીની સબજેલના બેરક નં.૧ માંથી અમદાવાદના કેદીઓ પાસેથી ૨ મોબાઈલ ફોન ઝડપાયા હતા. જેલ પ્રતિબંધિત ફોન પાસે રાખીને પોલીસથી છૂપી રીતે વાતો કરનારા ૩ શખસ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સાથે જ મોબાઈલ ફોનથી જેલ બહાર કોની સાથે વાત કરતા હતા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

લીંબડીની સબજેલ પ્રતિબંધિત વસ્તુઓ રાખવા માટે ભૂતકાળમાં બદનામ થઈ ચૂકી છે. ભૂતકાળમાં લીંબડીની સબ જેલમાંથી અનેકવાર જેલ પ્રતિબંધિત વસ્તુઓ પકડાઈ ચૂકી છે. ત્યારે સબ જેલમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા છગનભાઈ ગમારા, જે.આર. પટેલ, વીરેન્દ્રસિંહ ઝાલા સહિત પોલીસ કર્મીઓ હાજર હતા ત્યારે બેરક નં.૧ માં કેદીઓ મોબાઈલ ફોન ઉપર વાત કરતા હોવાની શંકા ગઈ હતી. પોલીસ જવાનોએ બેરક નંબર-૧ માં
તપાસ કરી અમદાવાદ, કસબા પાર્ક, ફતેવાળી કેનાલ નજીક જુહાપુરા વિસ્તારમાં રહેત સહંમદ ઈમરાન મહંમદ અખતર સૈયદ તથા અમદાવાદ દાણીલીમડા, વિસ્તારમાં રહેતા અનવર અબ્દુલખાન પાસેથી ૨ મોબાઈલ ફોન ઝડપી લીધા હતા. સાથે બન્ને આરોપી પાસે મોબાઈલ ફોન હોવાની વાત જાણવા છતાંય પોલીસને જાણ નહીં કરનાર બેરક નં.૧માં રહેતાં આરોપી માજીદ મેદાદખાન પઠાણ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. સાથે જ આરોપીઓ મોબાઈલ ફોનથી જેલ બહાર કોની સાથે વાત કરતા હતા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટર ભાવેશ ભલગામડિયા
મોં 9904323344


9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.