પડધરી પંથકમાં ભારે વરસાદથી થયેલા નુકશાનનું ખેડૂતોને વળતર આપવા કોંગ્રેસની માંગ - At This Time

પડધરી પંથકમાં ભારે વરસાદથી થયેલા નુકશાનનું ખેડૂતોને વળતર આપવા કોંગ્રેસની માંગ


પડધરી વિસ્તારમાં પડેલા અતી ભારે વરસાદના કારણે સમગ્ર પંથકમાં પુર જેવી પિરિસ્થિતનું નિર્માણ થયું હોય ત્યારે ખેડૂતોના મોટાભાગના ખેત પાકો પર વરસાદી પાણી ફરી વળતા સમગ્ર મથકમાં મોટી નુકસાની નો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવા પડધરી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ચતુર સિંહ જાડેજાએ માગ કરી છે.

રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆતમાં જણાવ્યું છે કે પડધરી તાલુકામાં સતત ચારથી પાંચ દિવસમાં ૩૨ ઈંચ જેટલો વરસાદ તેમજ ઝડપી પવન ફુંકાયો હોય જે ખેડૂતો માટે વિનાશકારક રહ્યો હોય જેનાથી પડઘરી પંથકમાં મોટાભાગના ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણીના લીધે ઉભો પાક સુકાઈ ગયો છે પડધરીના તમામ ગામોમાં ખેડૂતોએ મુખ્ય પાક કપાસનું વાવેતર કરેલ હોય સાથે બાગાયતમાં મળતી મગફળી જેવા પાકોનું વાવેતર કરેલ તે ત્યારે પૂરનું પાણી કાંઠા વિસ્તારના ખેતરોમાં વહી જતાં ખેતરો ધોવાઈ ગયા હતા . ખેડૂતો માથે જાણે કુદરત રૂક્યો હોય તેમ ખેડૂતોનો ઊભો પાક પણબળી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ત્યારે પડધરી મંથક સહિત આજુબાજુના વિસ્તારમાં અનેક ખેતરોની આવી જ હાલત છે. અનેક ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે. ઘણા ખેડુંતો ને કપાસ પડી ગયા છે અને પાક ફેલ થઈ ગયો. ઘરતીપુત્રો પર એક બાજુ ઉપરથી મેઘરાજાનું વરસવું અને બીજી બાજુ પુરના પાણી ખેતરોમાં આવી જતા ખેતરોનું અને પાકનું ધોવાણ થયું છે. ખેડૂતો ને ડબલ માર સહન કરવાનો વારો આવ્યો. ખેડુતને પાક તૈયાર થતાં જ તેના પર પવન સાથે ભારે વરસાદના કારણે ખેડૂતોનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયેલ છે

જેનાથી જગતનો તાત આજે લાચારી ભોગવી રહ્યો છે.

પોતાની આજીવિકા ચલાવવા માટે ફાફા પડે તેવી પિરિસ્થિતમાં ખેડૂતોએ બચતની મૂડી માંથી પાક તૈયાર કરવામાં ખર્ચ કરી નાખેલ છે જેથી આ ગંભીર પિરિસ્થિતમાં ખેત પાકોમાં વરસાદે સર્જેલી તારોજીનો રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને ખેતપાક ઉત્પાદનનું યોગ્ય વળતર ચૂકવે તેમજ ખેડૂતો પોતાના ખેતરમાં પાકો માટે ધિરાણ લીધેલ છે તેમનું સરકારી પાક ધિરાણનું લેણું પણ માફ કરવામાં આવે તેમજ હવે પછીના શિયાળુ પાક વાવેતરમાં ૮ જીરા ઘઉં કે અન્ય જણસીના વાવેતરમાં સરકાર બિયારણ માટે પણ સહાય ચૂકવવા ખેડૂતો ની માંગ ઉઠી છે.

રિપોર્ટર - નિખીલ ભોજાણી


9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.