હાર્દિક પટેલ, ગેનીબેન ઠાકોર સહીતના ભાજપ કોંગ્રેસના ઉમેદવારો બીજા તબક્કા માટે ભરશે આજે ફોર્મ
હાર્દિક પટેલ, ગેનીબેન ઠાકોર સહીતના ભાજપ કોંગ્રેસના ઉમેદવારો બીજા તબક્કા માટેઆજે ફોર્મ ભરશે. તો કેટલાક ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ફોર્મ ભરવાની પ્રક્રીયા પૂર્ણ કરી દીધી છે. પ્રથમ તબક્કામાં ફોર્મ ભરવાની પ્રક્રીયા પૂર્ણ થતા બીજા તબક્કામાં ફોર્મ ભરવામાં આવી રહ્યા છે.
ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ થોડીવારમાં ઉમેદવારી ફોર્મ ભરશે
ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ થોડીવારમાં ઉમેદવારી ફોર્મ ભરશે. હાર્દિક પટેલ વિરમગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે.
ભાજપ ગાંધીનગરના પૂર્વ મેયર પ્રથમ વખત ફોર્મ ભરશે
રીટા પટેલ આજે ઉમેદવારી ફોર્મ ભરશે અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર જિલ્લામાં ભાજપે પ્રથમ વખત મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.
વાવ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગનીબેન ઠાકોર ઉમેદવારી નોંધાવશે
વાવ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગનીબેન ઠાકોર આજે ફોર્મ ભરશે. તેમણે ઉમેદવારી નોંધાવતા પહેલા ભાભરમાંથી રેલી કાઢીને શક્તિ પ્રદર્શન કરેશે. દેશી ઢોલ અને ડીજેના તાલે ગેનીબે ટ્રેક્ટરમાં બેસી રેલી કાઢશે. સુઇગામ પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરશે.
વેજલપુરમાં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પટેલનું શક્તિ પ્રદર્શન
વેજલપુર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પટેલે ઉમેદવારી પત્ર ભરતા પહેલા પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર વાહન રેલી સાથે ફોર્મ ભરવા નીકળ્યા હતા. વેજલપુર વિધાનસભામાં મુસ્લિમ મતોની બહુમતી સાથે જ્ઞાતિ સમીકરણ કોંગ્રેસની તરફેણમાં છે અને ખરી લડાઈ અહીં જ થશે. ભાજપે વેજલપુરથી કોંગ્રેસના રાજેન્દ્ર પટેલ સામે અમિત ઠાકરેને મેદાનમાં ઉતાર્યા છે.
કુબેર ડીંડોરે સંતરામપુરથી કરી ઉમેદવારી કરી. કુબેર ડીંડોર રાજ્ય કક્ષાના મંત્રી છે અને આ વખતે પણ તેમણે ટિકિટ મળી છે અને તેઓ રિપીટ થયા છે ત્યારે આજે ઉમેદવારી કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.