કડાણા ના જૂનીગોધર ગામે બે દિવસીય બાબા રામદેવપીરના આખ્યાનનુ આયોજન. - At This Time

કડાણા ના જૂનીગોધર ગામે બે દિવસીય બાબા રામદેવપીરના આખ્યાનનુ આયોજન.


મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના જુનિગોધર ગામે બે દિવસીય રામપીરનુ આખ્યાનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.આમ જૂનીગોધર ગામના નિસાળ ફળીયામાં રામદેવ પીર યુવક મંડળ દ્વારા બાબા રામદેવપીરનુ બે દીવસીય આખ્યાનનુ આયોજન આવ્યુ હતુ.આમ બાબા રામદેવ મહારાજના જીવન ચરિત્ર તથા તેમના ઈતિહાસ અને રામદેવ મહારાજના સાક્ષાત પરચાનુ વર્ણન કરવામાં આવ્યુ હતુ.જ્યારે આજુબાજુના ગામડાઓ માંથી મોટી સંખ્યામાં ભક્તજનો બાબા રામદેવપીરનુ આખ્યાન નિહાળવા ઉપસ્થિત થયા હતા.જ્યારે બે દિવસ બાબા રામદેવ પિરના રામ રસોડાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી અને બાબા રામદેવનો પ્રસાદ લીધો હતો.આમ જૂનીગોધર યુવક મંડળ દ્વારા બાબા રામદેવપીરનુ બે દીવસીય જીવન કથાનુ સુદર આયોજન કરવામાં આવ્યુ હતુ.જ્યારે સમગ્ર વાતાવરણ પણ ભક્તિમય બન્યુ હતુ.જ્યારે બાબા રામદેવપીર ના ભકતોમાં પણ અનેરો આનંદ ઉત્સાહ જોવા મલ્યૉ હતો.આમ બે દીવસીય કાર્યક્રમમાં બાબા રામદેવ રામદેવજી મહારાજની સેવા પુજા કરી કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon