ઓવનગઢ ગામના ના જીવ દયા પ્રેમી અને ભગવા આર્મી સંગઠનના યુવાનની સહાયનીય કામગીરી. - At This Time

ઓવનગઢ ગામના ના જીવ દયા પ્રેમી અને ભગવા આર્મી સંગઠનના યુવાનની સહાયનીય કામગીરી.


ઝાલાવાડમાં વિસ્તારમાં અનેક સેવાભાવી લોકો જોવા મળે છે જ્યારે સાયલા તાલુકાના આવેલ ઓવનગઢ ગામના જીવ દયા પ્રેમી અને ભગવા આર્મી સંગઠન સાયલા તાલુકા મહામંત્રી કોળી છોટુભાઈ પાળીયાદ બોટાદ રોડ પર થી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે અચાનક એક રોજ નુ બચ્ચું ભુખ્યું તરસ્યું બેઠું હતું અને શરીર માં અશક્તિ જેવું લાગતા આજુ બાજુ નાં ખેડુતો ને પૂછતાં જાણવા મળ્યું હતું કે આજ સવાર થી અહિયાં બેઠું છે ત્યાર બાદ છોટુ ભાઈ એ તાત્કાલિક સેવા ચાકરી કરી. આજુ બાજુ કુતરા ભગાડી કંઈ તકલીફ નાં પહોચાડે એ માટે થઈ ને વાડી વિસ્તાર માં રોજ નાં બચ્ચાં ને મુકત કર્યું હતું. અને લૉકો ને પણ અપીલ કરી હતી કે આવુ કોઈ પણ અબોલ જીવ નજરે ચડે તો જીવ દયા પ્રેમી ટીમ ને નજર દોરવા વિનંતી. અથવા 1962 ટીમ ને જાણ કરવા જાગૃત યુવાન કોળી છોટુ ભાઈ દ્વારા લોકો ને અપીલ કરી હતી.
અહેવાલ.. જેસીંગભાઇ સારોલા (સાયલા)
બિઝનેસ પાર્ટનર,, રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image