જસદણ તાલુકાના કમળાપુર ગામેથી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ અપહરણ કેસમાં તહોમતદારના જામીન મંજૂર કરતી ડિસ્ટ્રિક્ટ કોર્ટ
આ કેસની ખરી હકીકત જોતા ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કમળાપુર ગામના રમેશભાઈ દ્વારા ભાડલા પોલીસ સ્ટેશન ખાતે ઘરેથી દીકરીનું અપહરણ કર્યા હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદના અનુસંધાને ભાડલા પોલીસ સ્ટેશન થાણા અધિકારી અને પોલીસ કર્મચારીઓ દ્વારા તટસ્થ અને સઘન તપાસ કરતા તે જ ગામના અને હાલ રાજકોટ ખાતે રહેતા (૧) કિરણ
એમ.રામાણી અને (૨) મોહિત ઉર્ફે બન્ની એસ.પરમાર અને(૩) રોહિત ઉર્ફે ટકો જે.વાલાણી અને દશરથ જે. ગોહિલની અમદાવાદ ખાતેથી ધરપકડ કરેલ અને આ સાથે શંકા તેમજ મદદગારીની ભીતીના આધારે (૫) આશિષ ઉર્ફે કાનો બી.નિમાવત અને (૬) ભરત એમ.વાઘેલા (૭) રણછોડભાઈ એમ.સોહલા(૮) વૈભવ ડી.પીપરિયાની પણ ધરપકડ કરવામાં આવેલ હતી.
આ સાથે થાણા પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ દ્વારા યોગ્ય, સઘન અને તટસ્થ તપાસ કરી સાધનિક કાગળ સાથે જસદણની નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગેલ અને નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરેલ. આમ ત્યારબાદ રિમાન્ડ પૂર્ણ થતા ફરીથી જસદણ નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા બધા તહોમતદારોને ગોંડલ સબ જેલમાં મોકલી આપેલ.
આમ રાજકોટ જિલ્લાના જસદણ શહેરના યુવા એડવોકેટ પ્રકાશ પ્રજાપતી તહોમતદાર (૧) આશિષ ઉર્ફે કાનો બી.નિમાવત (૨) વૈભવ ડી.પીપરીયાના એડવોકેટ તરીકે રોકાયેલા હોય અને તેમના દ્વારા રાજકોટ નામદાર મહેરબાન ડીકટ્રીક્ટ કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ અને ત્યારબાદ પોલીસ અધિકારી દ્વારા કોર્ટમાં સોગંદનામુ રજુ કરેલ અને સરકારી વકીલ દ્વારા દલીલો પણ કરવામાં આવેલ.
આમ બંને તહોમદારના એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા નામદાર કોર્ટ સમક્ષ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ફરિયાદની સાચી હકીકત અને આધાર પુરાવો સાથે ધારદાર દલીલો કરેલ અને સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ રજૂ કરેલ.
આમ નામદાર કોર્ટે દલીલો અને આધાર પુરાવાને ધ્યાને લઈ તહોમતદાર (૧) આશિષ ઉર્ફે કાનો બી. નિમાવત (૨) વૈભવ ડી. પીપરીયાના જામીન મંજૂર કરેલ અને જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ.
આમ બંને તહોમતદાર એડવોકેટ તરીકે જસદણ શહેરના એડવોકેટ પ્રકાશ પ્રજાપતી તેમજ એસોશીએટ ટીમના નરેન્દ્રસિંહ જાડેજા, શિવરાજસિંહ કરપડા, હેમેન્દ્રસિંહ વેગડ, કાર્તિકભાઈ હુદડ, એન.આર.વ્યાસ, બીપીન ચોવટીયા, નીરજ વાળા અને મોહમ્મદ હનીફ કટારીયા રોકાયેલા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.