બોટાદના યુવાન વૈભવ વાઘેલાએ ગૌસેવાની એક અનોખી પ્રેરણાદાયી મિસાલ આપી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ev85nsdkmwxqttbd/" left="-10"]

બોટાદના યુવાન વૈભવ વાઘેલાએ ગૌસેવાની એક અનોખી પ્રેરણાદાયી મિસાલ આપી.


બોટાદના યુવાન વૈભવ વાઘેલાએ ગૌસેવાની એક અનોખી પ્રેરણાદાયી મિસાલ આપી.
હાલ લગ્ન પ્રસંગનો દોર ચાલી રહ્યો છે. અને લોકો પોતના પ્રસંગને દીપાવવા અવનવા કપડાં, અવનવી ફેશન કરી પોતના પ્રસંગોમાં કંઈ અલગ રીત સમાજમાં ચીલો પાડી રહ્યા હોય છે ત્યારે બોટાદના યુવાન વાઘેલા વૈભવ જે વ્યવસાયે રત્ન કલાકાર છે તેના પિતા રાજેશભાઈ બોટાદમાં પોસ્ટમેન તરીકે ફરજ બજાવે છે અને આ યુવાન વૈભવના વિચારો પણ શિક્ષિત લોકોને તેમજ આજની યુવા પેઢીને પણ કંઈક સંદેશ આપી શકે તેવા છે. ભારત એક પશુપ્રધાન દેશ તરીકે પણ ઓળખાય છે તેમજ હિન્દૂ સમાજમાં ગાયને માતા તરીકે વિશેષ મહત્વ આપવામાં આવે છે. લોકો પણ ગૌ માતાને એક દેવી સ્વરૂપે પૂજે છે. હાલમાં લમ્પિ વાયરસના કારણે ઘણા ગૌવંશ નું નિકંદન નીકળી ગયું છે ત્યારે આ યુવાને એક નવા સંકલ્પ સાથે તેના પોતાના શુભ લગ્ન પ્રસંગે વરરાજાના પરિધાનમાં હાથમાં કટાર લઈને પોતના હસ્તે 11 મણ લિલી કડબ ખવારવીને એક અનોખી પહેલથી પોતના પરિવારને આ લગ્ન પ્રસંગને દીપાવ્યો હતો. આ કાર્યમાં તેના પરિવારના લોકો અને મિત્રો જોડાયા હતા તેમજ સમગ્ર બોટાદના લોકોએ પણ આ કાર્યને બિરદાવ્યું હતું અને આજની યુવા પેઢીને ખોટા ખર્ચથી પર રહી જીવદયા માટે એક અનોખી પ્રેરણા આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]