વિરપુર તાલુકાના ડેભારી ગામમાં યુવક પર 4 શખ્સનો હુમલો…
પાનના ગલ્લે નાણાં માટે થયેલી માથાકૂટની અદાવત રાખી મોડી રાતે ઘરે આવી ઝઘડો કરી મારમાર્યો...
મારામારીમાં બાળકને પણ લાફો ઝીંક્યો, પોલીસે ચારેયની ધરપકડ કરી લોકોનો ડર દૂર થાય તે માટે ગામમાં લઇ ગઈ...
મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ડેભારી ગામમાં પાનના ગલ્લા પર આવેલા શખ્સને વેપારી યુવક સાથે નાણાં ચૂકવવા બાબતે બોલાચાલી થઈ હતી આ બોલાચાલીની અદાવત રાખી વિરપુરના 4 શખસે મોડી રાતે ડેભારી ગામમાં યુવકના ઘરે જઈ હુમલો કર્યો હતો. આ અંગે વિરપુર પોલીસે 4 સામે ગુનો નોંધી ધરપકડ કરી ગામમાં લઈ ગઈ હતી વિરપુરના ડેભારી ગામમાં રહેતા સતીષકુમાર મંગલદાસ જોષીની ગામના બસ સ્ટેશન પાસે દુકાન આવેલી છે. આ દુકાન પર 28મી ડિસેમ્બરના રોજ સાંજે મહેશ ગણપત બામણિયા (રહે. વિરપુર) તેના કેટલાક મિત્રો સાથે દુકાન પર આવ્યો હતો આ સમયે રૂ.40 ના પાન મસાલા ખરીદયા હતા. બાદમાં સતીષભાઇએ અગાઉના બાકી રૂ.60 ની ઉઘરાણી કરતા ઝગડો થયો હતો. મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો. જોકે આસપાસના લોકોએ મામલો થાળે પડ્યો હતો. બાદમાં સતિષભાઈ દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. આ સમયે મોડી રાતે મહેશ અને કેટલાક સાથીદારો સાથે સીધો સતિષભાઈ ના ઘરે પહોંચી ગયો હતો અને હુમલો કર્યો હતો. આ હુમલા માં લાકડાનો ટુકડો મારી દેતા ઇજા પહોંચી હતી.આ ઉપરાંત 6 વર્ષ ના બાળકીને પણ લાફો મારી દીધો હતો. જેના પગલે બુમાબુમ થતા આસપાસના રહીશો દોડી આવ્યા હતા. પરંતુ હુમલાખોર ભાગી ગયા હતા. આ હુમલામાં ઘવાયેલા સતિષભાઇ ને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
આ અંગે વિરપુર પોલીસ સ્ટેશનમાં મહેશ ગણપત બામણિયા, ગણપત ઉર્ફે ભલો દશરથ પટેલિયા, અંકલેશ ઉર્ફે સંજય સવા નાયક, હરીશ ઉર્ફે ભયલું વિનોદ નાયક (રહે. વિરપુર) સામે ફરિયાદ આપતા પોલીસે ચારેય સામે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી. બાદમાં મોડી સાંજે ચારેયને ગામમાં લઈ જઈ કાયદાનું ભાન કરાવ્યું હતું. આ સમયે નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવા સહિત 2 પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસનો કાફલો હાજર રહ્યો હતો...
રિપોર્ટર . પ્રકાશ ઠાકર વીરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.