ગારીયાધાર તાલુકા પંચાયત પ્રમુખનાં વાયરલ થયેલા ફોટા પાયા વિહોણા:ધનજીભાઇ કથીરીયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/eubreq6twlmo7u1h/" left="-10"]

ગારીયાધાર તાલુકા પંચાયત પ્રમુખનાં વાયરલ થયેલા ફોટા પાયા વિહોણા:ધનજીભાઇ કથીરીયા


૧૦૧ ગારીયાધાર-જેસર વિધાનસભાનીં ચુંટણીમાં હાલ ત્રીપાખ્યો જંગ જામ્યો હોય ત્યારે એકબીજા પક્ષનાં કાર્યકરોને ખેંચવા માટે પડાપડી થઈ રહી છે

ત્યારે હાલમાજ ગારીયાધાર તાલુકા પંચાયતના પ્રમુખના ફોટા વાયરલ થયેલા હોય તે પાયા વિહોણા હોય તેવુ પ્રમુખ ધનજીભાઇ કથીરીયા જણાવી રહ્યા છે

ધનજીભાઈ કથીરિયા દ્વારા જણાવાયું કે હુ ગારીયાધાર તાલુકા પંસાયતના પ્રમુખ તરીકેની જવાબદારીનું વહન કરું છું . ગઈકાલે સોશિયલ મીડિયામાં મારા ફોટા વાયરલ કરવામાં જે ફોટામાં મને ભાજપમાં જોડવામાં આવ્યો છે તેવું બતાવવામાં આવ્યું છે પરંતુ તે ફોટાઓ જુના છે હાલના સમય ચૂંટણીનો માહોલ હોય જે ફોટાઓ ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યા છે હું પહેલા પણ કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર હતો અને આજે પણ કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર શું હું હંમેશા કોઈપણ બીજી કોઈ પાર્ટીમાં જોડાયો નથી અને જોડાઈશ પણ નહીં તેવુ જણાવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]