ટેરાકોટાની બોટલમાં દૂધનું પેકેજિંગ પ્લાસ્ટિકની થેલીથી 17 % સસ્તું બન્યું . - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/eu9e1cpwxtrvvi97/" left="-10"]

ટેરાકોટાની બોટલમાં દૂધનું પેકેજિંગ પ્લાસ્ટિકની થેલીથી 17 % સસ્તું બન્યું .


બજારમાં વર્ષોથી દૂધને પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરાય છે . પણ વડોદરા નજીકની વડોદરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં થેલીઓના બદલે ટેરાકોટા બોટલોમાં દૂધના પેકેજિંગનો પ્રોજેક્ટ મૂકીને દેશભરની કોલેજોની 34 ટીમોને ફાઇનલ રાઉન્ડમાં હંફાવી વિજેતા બની છે . એટલું જ નહીં આ ટીમને રૂ . 1 લાખનું ઇનામ મળ્યું છે . વિદ્યાર્થીઓની ટીમ શિવમ દવે , યશ પાટીલ , અદિતિ પાંડે , અવિરલ સિંહા , અભિષેક યેવલે , મુસ્તાર ભાટિયાની ટીમે મૌલિક પંચાલના માર્ગદર્શનમાં સેમી ઓટોમેટિક મશીનની ડિઝાઇન બનાવી હતી . 5 માસની જહેમતે આ પ્રોજેક્ટને પ્રકાશમ જિલ્લાના આંધ્રપ્રદેશના ગોલે ખાતે આયોજિત સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન સ્પર્ધામાં ભાગ લીધો હતો . આ પ્રોજેક્ટમાં દૂધ ભરવાથી માંડીને ટેરાકોટા બોટલ પર નીલગીરીના લાકડામાંથી તૈયાર થયેલા બૂચને ફીટ કરાય છે અને ત્રીજા સ્ટેજમાં બોટલને હવા ચુસ્ત રાખીને સિલિંગ કરાય છે . ઇન્સિટ્યૂટના પ્રિન્સિપાલ ડો . જયેશ પટેલે જણાવ્યું કે , આ પ્રોજેક્ટ અંતર્ગત એક વર્ષ માટે પ્લાસ્ટિકની થેલી દીઠ ખર્ચ 182. 50 રૂપિયા છે જે આ ટેક્નિકથી રૂ . 150 જેટલો થતાં 17 . 6 ટકા જેટલી બચત થાય છે . આ સ્પર્ધાનો પ્રથમ રાઉન્ડ એપ્રિલ મહિનામાં હતો . ગ્રાન્ડ ફિનાલે ઓગસ્ટના અંતમાં યોજાઇ હતી . ટીમના સભ્ય શિવમ દવેએ જણાવ્યું હતું કે , આ પ્રાથમિક મોડેલ છે જેને ડેવલપ કરવા માટે સરકાર દ્વારા અમને આર્થિક પ્રોત્સાહન પણ આપવામાં આવશે . ભારતમાં વર્ષે વપરાતા 35 લાખ ટન પ્લાસ્ટિકમાં 40 % પેકેજિંગમાં વપરાય છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]