એ.ટી.એમ મા જતા લોકો સાથે ફ્રોડ કરનાર ઉત્તર પ્રદેશના ૪ ઇસમોને ઝડપી પાડતી મહિસાગર જિલ્લા પોલીસ - At This Time

એ.ટી.એમ મા જતા લોકો સાથે ફ્રોડ કરનાર ઉત્તર પ્રદેશના ૪ ઇસમોને ઝડપી પાડતી મહિસાગર જિલ્લા પોલીસ


મહીસાગર જીલ્લા એલ.સી.બી.ને મળી મોટી સફળતા

જુદી જુદી બેન્કોના ATMમાં જઇ પૈસા ઉપાડી આપવાના બહાને ગ્રાહકોના અસલ ATM કાર્ડ છેતરપીંડી કરી મેળવી બદલી નાખી નાણાં ઉપાડી લેતી આંતરરાજ્ય ગેંગના ચાર આરોપીઓને કૂલ ૪૦ ATM કાર્ડ સાથે ઝડપી પાડતી મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાંચ.

પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા સાહેબનાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ. શ્રી.એ.બી.અસારી નાઓની સુચના અને માર્ગદર્શન આધારે વાહનચોરી તથા મિલકત સંબંધી બનેલ વણશોધાયેલ ગુનાઓ શોધવા તથા ગુના બનતા અટકાવવા સારૂ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન અ.હે.કો. ધર્મેશકુમાર રમણભાઇ ખાનગી રાહે બાતમી મળેલ એક સફેદ કલરની મારૂતી સુઝીકી કંપનીની સ્વીફટ ગાડીમાં ચાર શકમંદ ઇસમો સંતરામપુર તરફથી લુણાવાડા તરફ જનાર હોવાની ચોક્કસ બાતમી આધારે પંચો તથા પોલીસ સ્ટાફના માણસો સાથે કોટેજ ચાર રસ્તા પાસે વોય તપાસમાં હતા તે દરમ્યાન સંતરામપુર થી લુણાવાડા તરફ ઉપરોક્ત વર્ણનવાળી ગાડી આવતા રોડ ઉપર ટ્રાફીક જામ કરી સદર ગાડી રોકીને સાઇડમાં કરાવી સદર સ્વીફટ ગાડી જેનો રજીસ્ટ્રેશન નંબર જોતાં HR-26-CQ-4644 નો હોય જે ગાડીમાં જોતાં ડ્રાઇવર તથા બીજા ત્રણ ઇસમો બેસેલ જોવામાં આવેલ જેઓને ગાડીમાંથી નીચે ઉતારી પંચો રૂબરૂ નામઠામ પુછતા (૧) મનીષકુમાર S/O જગપાલસિંગ કાલીચરણસીંગ કુમાર ઉ.વ.૩૦ મજુરી રહે. ધનોરા, પોસ્ટ. કકોડ, થાના- કકોડ, તા.સીકંદરાબાદ, જી.બુલંદશહેર નો હોવાનું જણાવેલ તથા (૨) અંકીતકુમાર 5/0 કીરણપાલસીંગ કુંવરપાલસિંગ જાટ ઉ.વ.૨૫ ધંધો. ખેતી રહે. ભવોકરા પોસ્ટ, થોરા, તા.જેવર પોલીસ સ્ટેશન-જેવર, જી.ગૌતમ બુધ્ધનગર ઉત્તરપ્રદેશ નોહોવાનું જણાવેલ તથા (૩) બીપીન 5/0 જીતપાલસીંગ રૂષીરામસીંગ જાટ ઉ.વ.૩૪ ધંધો.ખેતી રહે.ગામ. ભવોકરા પોસ્ટ. થોરા, તા.જેવર પોલીસ સ્ટેશન-જેવર, જી.ગૌતમ બુધ્ધનગર ઉત્તરપ્રદેશ તથા (૪) અંકુલ s/o પપેંદ્રસીંગ શિવચરણસીંગ ચૌધરી (જાટ) ઉ.વ.૨૮ ધંધો.ફેબ્રીકેશનનો રહે, ગામ ફીરોજપુર, પો.સ્ટ. ખુડજા તા.ખુડદી, જી.બુલંદશહેર ઉત્તરપ્રદેશ નો હોવાન્ જણાવેલ તેઓની કબ્જાની ગાડીમાં તપાસ કરતા તેઓની પાસે જુદી જુદી બેંકોના કુલ ૪૦ ATM કાર્ડ મળી આવેલ જે બાબતે તેઓને પુછતા સંતોષકારક જવાબ આપતા ના હોય તેથી મળી આવેલ એટીએમ કાર્ડ બાબતે જે તે બેંકોને યાદી લખી માહિતી મેળવી મોબાઇલ ફોનથી એટીએમ કાર્ડ ધારકો વડોદરા ગ્રામ્ય કરજણ, પંચમહાલ જીલ્લા હાલોલ, દાહોદ જિલ્લાના ઝાલોદ અને રાજસ્થાન રાજ્યના ભરતપુર તથા ઉતરપ્રદેશ રાજયના ઓરૈયા જિલ્લાના કાર્ડ ધારકોના પૈસા ઉપડી ગયેલ હોવાનુ જણાવેલ આ બાબતે દાહોદ જીલ્લાના ઝાલોદ પો.સ્ટેમાં ગુ.નં. ૧૧૮૨૧૦૩૦૨૪૧૧૬૩/૨૦૨૪ BNS 2023 ની કલમ ૩૧૬(૨), ૩૧૮,૩૦૪, મુજબનો ગુનો નોધાયેલ હોય જેમા સદર આરોપીઓ સંડવાયેલ હોય આરોપીઓ તથા ગુનામાં વાપરેલ તેઓની પાસેની સ્વિફ્ટ ગાડી તથા તેમની પાસેના ૪૦ એટીએમ કાર્ડ.તથા તેઓની પાસેના મોબાઇલ ફોન નંગ ૦૫ મળી કૂલ રુ ૩,૮૫,૨૦૦/-ની ગણી કબ્જે કરી આરોપીઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ લુણાવાડા ટાઉન પો.સ્ટે. સોપવામા આવેલ છે.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.