ભાવનગર રેલવે મંડલ ની બીરદાવા જેવી કામગીરી - At This Time

ભાવનગર રેલવે મંડલ ની બીરદાવા જેવી કામગીરી


રેલ્વે પ્રોટેક્શન ફોર્સે "ઓપરેશન અમાનત" અભિયાન હેઠળ જાન્યુઆરી મહિના દરમિયાન મૂલ માલિકોને ₹2,50,850 ની કિંમતનો સામાન સોંપ્યો

ભાવનગર રેલવે મંડલ ની બીરદાવા જેવી કામગીરી

ઘણી વખત મુસાફરો ટ્રેનમાં ચઢવા અથવા ટ્રેન/સ્ટેશન છોડવાની ઉતાવળમાં તેમનો તમામ સામાન લઈ જવાનું ભૂલી જાય છે. ઓપરેશન "અમાનત" હેઠળ, RPF કર્મચારીઓ આવા વસ્તુઓને સુરક્ષિત કરવામાં મદદ કરે છે અને તેને તેમના હકદાર માલિકોને પરત કરે છે. ભાવનગર રેલ્વે મંડલનો સમર્પિત કર્મચારી તેના સમ્માનનીય ગ્રાહકોને સુખદ અને સલામત મુસાફરીનો અનુભવ આપવા માટે હંમેશા આગળ રહે છે. ભાવનગર ડિવિઝનના સિનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, વર્ષ 2023 ની શરૂઆતમાં, પશ્ચિમ રેલવેના ભાવનગર રેલ્વે મંડલના રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ કાનૂની ઔપચારિકતા પૂરી કરીને રૂ. 250,850/-નો માલ હકદાર માલિકોને સોંપ્યો છે.
ભાવનગર ડિવિઝનના મંડલ રેલ પ્રબંધક શ્રી મનોજ ગોયલ અને વરિષ્ઠ મંડલ સુરક્ષા આયુક્ત શ્રી રામરાજ મીણાએ સંબંધિત રેલ્વે કર્મચારિયોં દ્વારા કરવામાં આવેલ કાર્ય પ્રત્યે ઝડપી કાર્યવાહી, પ્રમાણિકતા અને સમર્પણની પ્રશંસા કરી છે.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.