૮૮ કેશોદ વિધાનસભા બેઠક ઉમેદવાર કોણ? - At This Time

૮૮ કેશોદ વિધાનસભા બેઠક ઉમેદવાર કોણ?


૮૮ કેશોદ વિધાન સભા મત વિસ્તારમાં ઉમેદવાર પસંદગીમાં નવો ફણગો ફુંટશે? 

મતદારો આનંદો!!! મીઠા વચનો સાંભળવાની મૌસમ આવી

આગામી વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાંની સાથે ઉમેદવારી નોંધાવવા ઈચ્છુકોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યોછે સૌરાષ્ટ્રભરમાં ૮૮ કેશોદ વિધાન સભા સીટ દર વખતે અગત્યની અને રસાકસી ભરી રહેછે ત્યારે આખરી સમયે ૮૮ કેશોદ વિધાન સભા મત વિસ્તારમાં ઉમેદવાર જાહેર કરવામાં આવેછે ત્યારે સીટ જાળવી રાખવા સત્તાધારી પક્ષ પણ મુંઝવણમાં મુકાયોછે કે કયા ઉમેદવારને પસંદ કરવો? કદાચ એવુ પણ બને જો કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત પહેલા થશે તો સત્તાધારી પક્ષ  કદાચ આયાતી ઉમેદવારને પણ ચુંટણી જંગમાં ઉતારે તો નવાઈ નહી! આપના ઉમેદવાર અગાઉથી જ જાહેર થઈ ગયાછે ત્યારે ભાજપ કોંગ્રેસ ક્યા ઉમેદવારની પસંદગી કરશે તે જોવાનું રહ્યું પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની સંખ્યામાં વધારો હોવાથી ટીકિટ ન મળવાના કારણે અંદર ખાને પાર્ટીને નુકસાન પણ વેઠવું પડે અને સીટ ગુમાવવી પણ પડે તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે સ્થાનિક અને આયાતી ઉમેદવારોના વાદ વિવાદ વચ્ચે કોણ હુકમનો એક્કો સાબિત થશે તે ગણતરીના દિવસોમાં ખબર પડી જશે પણ ઉમેદવારો ચુંટણી જંગમાં ટીકીટ મેળવવામાં કોણ સફળ થશે એ આવનારો સમય જ બતાવશે પણ મતદારોને મીઠા વચન સાંભળવાની મૌસમ આવીછે તયારે દર વખતની ચુંટણીની જેમ આ વખતે પણ મીઠા વચનો સાંભળવાની સહન શકિત મજબૂત કરવી પડશે? છેલ્લાં બે દશકાથી વાત કરીએ તો મોટા ભાગના મતદારોને મીઠા વચનો સાંભળવા સિવાય અન્ય કશુ મળ્યું નથી બે દશકાથી ૮૮ કેશોદ વિધાન સભા મત વિસ્તારમાં હજુ પણ અનેક  સુવિધાઓથી મતદારો વંચિતછે ૮૮ વિધાનસભા મત વિસ્તારમાં સર્વે કરવામાં આવે કે કેટલા ગામોમાં બસ સ્ટેશનછે? કેવી પરિસ્થિતિમાંછે? વાડી વિસ્તારમાં રસ્તાની સુવિધા કેવીછે? ચોમાસામાં લોકોની પરિસ્થિતિ કેવી હોયછે? છેલ્લાં બે દશકાથી જે ધારાસભ્ય બન્યાછે તે દર વર્ષે તો ઠીક પણ તેમના ધારાસભ્યની પાંચ વર્ષના સમયગાળામાં તેમના મત વિસ્તારમાં દરેક ગામની એક વખત પણ મુલાકાત લીધીછે? તમામ ગામોની સમસ્યા જાણીછે? લોકોના પ્રશ્ન સાંભળ્યાછે? લોકોના પ્રશ્નો હલ થયાછે? મતદારો ખુશછે? મતદારોનો રોષ ચુંટણી સમયે ભુલાઈ જાયછે? જો આવુ જ હોય તો કદાચ   મતદારોને મીઠા વચનો સાંભળવાની આદત પડી ગઈછે જે દર પાંચ વર્ષે રીન્યું થાયછે પરિસ્થિતિ એની એ જ? ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદારો મીઠા વચનો સાંભળીને આનંદીત થશે કે મીઠા વચનોને કડવા સાબિત કરશે એ તો માત્ર બે મહિનામાં જ ખબર પડી જશે પણ હાલ ટીકીટ મેળવવા માટેની રેસમાં કોણ જીતશે તે જોવાનું રહ્યું!!! 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon