રાજકોટ: જાહેરમાં પિસ્તોલ-બંદૂક સાથે યુવાનનો 'શાહી અંદાજ,વીડિયો વાયરલ - At This Time

રાજકોટ: જાહેરમાં પિસ્તોલ-બંદૂક સાથે યુવાનનો ‘શાહી અંદાજ,વીડિયો વાયરલ


રાજકોટ શહેરમાં વધુ એક વ્યક્તિનો વિવાદીત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Rajkot Viral Video: રીલ્સ બનાવવાના ચક્કરમાં યુવાનો કાયદાનું ભાન ભૂલ્યા, એક યુવાન જાહેરમાં પિસ્તોલ તેમજ બંદૂક સાથે જોવા મળ્યો

રાજકોટ: રાજકોટ શહેરમાં વધુ એક વ્યક્તિનો વિવાદીત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રીલ્સ બનાવવાના ચક્કરમાં યુવાનો કાયદાનું ભાન ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. એક યુવાન જાહેરમાં પિસ્તોલ તેમજ બંદૂક સાથે જોવા મળ્યો હતો. સાથે જ રાજકોટ શહેરના બીઆરટીએસ રોડ ઉપર ફોર્ચ્યુનર કાર ચલાવતો પણ જોવા મળ્યો હતો. વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઇ આવે છે કે, ફોર્ચુનર કારની નંબર પ્લેટ ફેન્સી છે, તેમજ કાળા કાચ પણ જોવા મળી રહ્યા છે. આમ યુવાન દ્વારા ટ્રાફિકના નિયમોનો ઉલાળીયો કરવામાં આવ્યો છે. જાણે પોલીસનો ખોફ જ ન હોય તે પ્રમાણે એક બાદ એક વિવાદીત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વીડિયોમાં દેખાઈ રહેલા યુવકનું નામ વિશ્વરાજસિંહ ચુડાસમા છે.

વિશ્વરાજસિંહ ચુડાસમાના જુદા-જુદા વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જેમાં કેટલાક વીડિયોમાં તે પિસ્તોલ સાથે દેખાઈ રહ્યો છે. જ્યારે કેટલાક વીડિયોમાં 12 બોર શોટગન સાથે દેખાઈ રહ્યો છે. પોલીસ દ્વારા વાયરલ વિડીયો મામલે વિશ્વરાજસિંહ ચુડાસમા વિરુદ્ધ કઈ-કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવશે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon