હળવદમાં પત્નીની હત્યા નિપજાવી ઝેરી દવા પી લેતા પતિનું મોત નીપજ્યું - At This Time

હળવદમાં પત્નીની હત્યા નિપજાવી ઝેરી દવા પી લેતા પતિનું મોત નીપજ્યું


હળવદમાં પત્ની ઉપર ચારિત્ર્ય અંગે શંકા રાખી છરીના ઘા ઝીકી પત્નીની હત્યા નિપજાવનાર પતિએ ઝેરી દવા ગટગટાવી લેતા તેની ડેડબોડી હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લાવતા પોલીસે અકાળે મૃત્યુ અંગે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મૂળ મોરબીના રહેવાસી હાલ હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં પાટલા સાસુને ત્યાં બે દિવસ રોકાવા આવેલા યુનુસભાઇ અબ્રાહમભાઇ સમયપૌત્રા ઉવ.૫૫એ પોતાની પત્નીને ચારિત્ર્ય અંગે શંકા રાખી છરીથી કરપીણ હત્યા નિપજાવ્યા બાદ યુનુસભાઇ અબ્રાહમભાઈએ ઝેરી દવા પી લેતા તેનું પણ મૃત્યુ નિપજતા તેની લાશ હળવદ સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવતા હાલ પોલીસે અકાળે મોતની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.